55

ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે મોટો કડાકો જોવા મળ્યો હતો. સેન્સેક્સમાં 1,400 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો. નિફ્ટીમાં 394 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ 56 હજાર 846 પોઈન્ટ પર બંધ રહ્યું તો નિફ્ટી 16,986 પોઈન્ટ પર બંધ રહ્યું છે.
TCS,ડિવિઝ લેબ્સ અને ONGCના શેરમાં તેજી જોવા મળી છે તો JSW, SBI, ITC અને HDFCના શેરોમાં ધોવાણ થયું છે.