Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જીવનની દરેક સમસ્યામાંથી તમને મળશે મુક્તિ, દશેરા પર કરો આ ઉપાય

નવરાત્રિમાં ( Navaratri)ના નવ દિવસ માં દુર્ગા (Goddess Durga)ના નવ અલગ-અલગ રૂપોની પૂજા કર્યા બાદ અને તેમના દિવ્ય આશીર્વાદ મેળવ્યા બાદ રાવણ દહનનો દિવસ આવે છે, જેને આપણે બધા દશેરા (Dashera Festival) તરીકે ઓળખીએ છીએ. દશેરામાં રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે. તેનો હેતુ ખરાબ પર સારાનો, અસત્ય ઉપર સત્યનો વિજય માનવામાં આવે છે. દશેરાના દિવસે એવા ઘણા ઉપાય હોય છે જેનાથી તમે તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ મેળવી શકો છો. ધન àª
જીવનની દરેક સમસ્યામાંથી તમને મળશે મુક્તિ  દશેરા પર કરો આ ઉપાય
નવરાત્રિમાં ( Navaratri)ના નવ દિવસ માં દુર્ગા (Goddess Durga)ના નવ અલગ-અલગ રૂપોની પૂજા કર્યા બાદ અને તેમના દિવ્ય આશીર્વાદ મેળવ્યા બાદ રાવણ દહનનો દિવસ આવે છે, જેને આપણે બધા દશેરા (Dashera Festival) તરીકે ઓળખીએ છીએ. 
દશેરામાં રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે. તેનો હેતુ ખરાબ પર સારાનો, અસત્ય ઉપર સત્યનો વિજય માનવામાં આવે છે. દશેરાના દિવસે એવા ઘણા ઉપાય હોય છે જેનાથી તમે તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ મેળવી શકો છો. 
ધન અને સમૃદ્ધિના ઉપાયો
દશેરાના દિવસે સાંજે દેવી લક્ષ્મીનું ધ્યાન કરતી વખતે મંદિરમાં સાવરણીનું દાન કરવું જોઈએ. આમ કરવાથી વ્યક્તિના જીવનમાં ધન અને સમૃદ્ધિ વધે છે.
નોકરી અને વ્યવસાય માટે કરો આ ઉપાય
જે વ્યક્તિને નોકરી અને ધંધામાં મુશ્કેલી આવી રહી છે. તેઓએ દશેરાના દિવસે મા દુર્ગાની પૂજા કરવી જોઈએ અને તેમને 10 ફળ ચઢાવવા જોઈએ અને તેને ગરીબોમાં વહેંચવા જોઈએ. આ ઉપાયથી દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે.
આરોગ્ય માટેના ઉપાયો
 જો તમે લાંબા સમયથી બીમાર છો અથવા કોઈ પણ પ્રકારના સંકટ સામે ઝઝૂમી રહ્યા છો તો તમારા પરથી પાણીવાળું આખું નારિયેળ 21 વાર ઉતારીને રાવણ દહનના અગ્નિમાં નાખી દો. આ ઉપાય કોઈ પણ વ્યક્તિ દ્વારા કરી શકાય છે જે બીમાર છે અથવા કોઇ સંકટ માંથી પસાર થઈ રહ્યો છે.
Advertisement
Tags :
Advertisement

.