એક સમયે સ્ટુડિયોમાં લોકોની ઉલટી સાફ કરતી હતી, સંધર્ષ બાદ રવિના ટંડન સુપરસ્ટાર બની
રવિના ટંડનને KGF: Chapter 2 ફિલ્મમાં તેના અભિનય માટે ઘણી પ્રશંસા મળી રહી છે. રવિના ટંડને 1991માં આવેલી ફિલ્મ પથ્થર કે ફૂલથી ઈન્ડસ્ટ્રીમાં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. ઇન્ડસ્ટ્રીમાં રવિનાની સફર લાંબી રહી છે અને તેણે મોહરા, લાડલા, દિલવાલે અને અંદાજ અપના અપના જેવી સુપરહિટ ફિલ્મો આપી છે. પરંતુ શું તમે જાણો છો કે આ રવિના ટંડન એક સમયે સ્ટુડિયોના ફ્લોર પરથી લોકોની ઉલટી સાફ કરતી હતી.રવિના સ્ટુડàª
રવિના ટંડનને KGF: Chapter 2 ફિલ્મમાં તેના અભિનય માટે ઘણી પ્રશંસા મળી રહી છે. રવિના ટંડને 1991માં આવેલી ફિલ્મ પથ્થર કે ફૂલથી ઈન્ડસ્ટ્રીમાં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. ઇન્ડસ્ટ્રીમાં રવિનાની સફર લાંબી રહી છે અને તેણે મોહરા, લાડલા, દિલવાલે અને અંદાજ અપના અપના જેવી સુપરહિટ ફિલ્મો આપી છે. પરંતુ શું તમે જાણો છો કે આ રવિના ટંડન એક સમયે સ્ટુડિયોના ફ્લોર પરથી લોકોની ઉલટી સાફ કરતી હતી.
રવિના સ્ટુડિયોનો ફ્લોર સાફ કરતી હતી
મીડિયા સાથેની વાતચીતમાં રવિના ટંડને કહ્યું, 'તે સાચું છે. મેં લોકોની ઉલટી સાફ કરવા સાથે સ્ટુડિયોના ફ્લોર સાફ કરવાં જેવા કામથી શરૂઆત કરી. આ એ સમય હતો જ્યારે ધોરણ 10માં પ્રહલાદ કક્કરને હું મદદ કરતી હતી. પછી તે મને કહેતા કે તું સ્ક્રીન પાછળ શું કરે છે, તારે સ્ક્રીન સામે આવવું જોઈએ, તું તેના લાયક છે.
મોડલિંગનો વિચાર કેવી રીતે આવ્યો?
રવિના ટંડને કહ્યું, 'પહેવાં હું એક્ટીંગ માટે ના પાડતી કે ના, ના. અભિનેત્રી નથી બનવું ક્યારેય નહીં. જો કે આ બધામાં હું સંયોગથી આવી છું. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું અભિનેત્રી બનીશ. રવિના ટંડને વધુમાં જણાવ્યું કે કેવી રીતે તેણે એક્ટિંગ પહેલા મોડલિંગ કરિયરની શરૂઆત કરી. રવીનાએ કહ્યું- જ્યારે પણ કોઈ મૉડલ પ્રહલાદ સરના સેટ પર ન પહોંચી શકતી ત્યારે તે કહેતા - રવીનાને બોલાવો.
ન તો નૃત્ય જાણતા હતા કે ન અભિનય,બધું જાતે શીખી
તે મને મેકઅપ સાથે પોઝ આપવા માટે કહેતા. તેથી મેં વિચાર્યું કે જો મારે આ જ કરવાનું હોય તો હું પ્રહલાદ માટે મફતમાં આ કામ શા માટે કરું છું. શા માટે તેમાંથી કેટલાક પૈસા ન કમાવી શકું ? આ વિચારથી જ મેં મોડલિંગ શરૂ કર્યુ. પછી મને ફિલ્મોની ઓફર મળવા લાગી અને મને ન તો એક્ટિંગ આવડતી હતી, ન ડાન્સ, ન તો ડાયલોગ બોલતા આવડતું હતું. ધીમે ધીમે બધું જાતે શીખી લીધું.
Advertisement