50

અત્યારે બોલિવૂડ હોય કે સાઉથ, એક માત્ર ફિલ્મનો ડંકો વાગી રહ્યો છે અને તે છે સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા. પુષ્પા ફિલ્મ દુનિયાભરના લોકોમાં અત્યારે રાજ કરી રહી છે. લોકોના મનમા અને મગજમાં પુષ્પા ફિલ્મ છવાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કોઈ પુષ્પા ફિલ્મના હિરોની જેમ પોતાનો લૂક બનાવી રહ્યા છે. તો કેટલાક લોકો સ્ટાઈલ કોપી કરવાની કોશિશ કરી રહ્યા છે. તો કોઈ પુષ્પા ફિલ્માના ગીતો પર ડાન્સ કરી રહ્યું છે. જે પણ લોકો પુષ્પા ફિલ્મ જોવે છે તેનો તે ચાહક બની જાય છે. બોલિવૂડ અને હોલિવૂડની મોટી મોટી ફિલ્મની વચ્ચે પુષ્પા ફિલ્મ ધૂમ મચાવી રહી છે. પરતું તમને જાણીને નવાઇ લાગશે કે અલ્લૂ અર્જુન પહેલા પુષ્પા ફિલ્મ મોટા મોટા સ્ટારને ઓફર કરવામાં આવી હતી. ત્યારે આવો જાણીયે તે સ્ટાર વિશે કે જેમણે અત્યારે ધૂમ મચાવતી પુષ્પાની ઓફરને નકારી હતી.
.jpeg)
ત્યારે આ લિસ્ટમાં સૌથી પહેલું નામ આવે છે મહેશ બાબુનું. મહેશ બાબુ સાઉથ ઈન્ડસ્ટ્રીના સૌથી હેન્ડસમ અને ગુડ લુકિંગ એક્ટર છે. મહેશ બાબુને પુષ્પા ફિલ્મમાં સૌથી પહેલા લીડ રોલ માટે ઓફર કરવામાં આવી હતી. પરતું મહેશ બાબુએ કામ કરવા માટેના પાડી હતી. જો કે મહેશ બાબુ કોઈ પણ ફિલ્મમાં પોતાના લૂક સાથે કોમ્પ્રોમાઈસ કરવા માગતા ન હતા. જ્યારે મહેશ બાબુને ખબર પડી કે ફિલ્મની કેરેક્ટર ગ્રે શેડ છે અને તે કેરેક્ટરમાં રહેવા માટે મેકઓવર કરવું પડશે એટલે તેમણે પુષ્પા ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી.
.jpeg)
`ઘ ફેમિલી મેન’ની સફળતા પછી સમાંથા પ્રભુ ઈન્ડસ્ટ્રીમાં છવાઈ ગઈ છે. સમાંથાને પણ પુષ્પા ફિલ્મ માટે ઓફર કરવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે સમાંથાની રશ્મિકા મંદાના દ્વારા પ્લે કરવામાં આવેલા શ્રીવલ્લીના રોલ માટે પસંદગી કરવામાં આવી હતી. પરતું તેણે પણ કોઈ કારણોસર ફિલ્મ કરવા માટે ના પાડી હતી. પરતું એક્ટ્રસ ફિલ્મમાં આઈટમ નંબર સોન્ગ `ઉ અંટાવા’ પર પરફોર્મ કરતી જોવા મળી,અને તેમા પણ લોકોએ તેને પંસદ કરી. નવાઈની વાત એ છે કે પહેલા શ્રીવલ્લીનો રોલ સમાંથાને મળ્યો હતો પરતું કોઈ કારણ સર તેણે તે રોલ માટે ના પાડી અને ત્યાર બાદ રશ્મિકાએ પ્લે કર્યો હતો. જો કે પહેલા તે આઈટમ નંબર `ઉ અંટાવા’ પર પરફોર્મ કરવા માટે તેને ઈનવાઈટ કરવામાં આવી હતી.પરતું તેણે ના પાડ્યા પછી સમાંથાએ પરફોર્મ કર્યુ.

જો કે ચર્ચા એ પણ હતી કે ફિલ્મનું પોપુલર સોન્ગ `ઉ અંટાવા’ માટે નોરા ફતેહીના નામની પણ ચર્ચા હતી. પરતું રિપોર્ટ અનુસાર નોરાએ સોન્ગમાં પરફોર્મ કરવા માટે ભારે કિંમત માગી હતી.