Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રણવીર સિંહ 'જંગલમાં મંગલ' કરતો જોવા મળશે, ટૂંક સમયમાં જ એક્ટરનો વાઇલ્ડ અંદાજ જોવા મળશે

રણવીર સિંહ જે પણ કરે છે તેની સ્ટાઈલ હંમેશા અતરંગી હોય છે. હાલમાં જ તેણે સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે જંગલમાં જોવા મળી રહ્યો છો. તે અવારનવાર પોતાના અતરંગી કપડાં અને સ્ટાઈલથી ચાહકોમાં ચર્ચાનો વિષય બને છે. સાથે જ રણવીરની એક આગવી સ્ટાઇલ એ છે કે તે હંમેશા તેના કામને લઇને ફૂલ મસ્તી અને એનર્જેટિક મોડમાં હોય છે. પછી ભલે તે કોઇ શો હોય, સ્ટેજ પર્ફોર્મ હોય, ડાન્સ હોય કે àª
રણવીર સિંહ  જંગલમાં મંગલ  કરતો જોવા મળશે  ટૂંક સમયમાં જ એક્ટરનો વાઇલ્ડ અંદાજ જોવા મળશે
Advertisement
રણવીર સિંહ જે પણ કરે છે તેની સ્ટાઈલ હંમેશા અતરંગી હોય છે. હાલમાં જ તેણે સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે જંગલમાં જોવા મળી રહ્યો છો. તે અવારનવાર પોતાના અતરંગી કપડાં અને સ્ટાઈલથી ચાહકોમાં ચર્ચાનો વિષય બને છે. સાથે જ રણવીરની એક આગવી સ્ટાઇલ એ છે કે તે હંમેશા તેના કામને લઇને ફૂલ મસ્તી અને એનર્જેટિક મોડમાં હોય છે. પછી ભલે તે કોઇ શો હોય, સ્ટેજ પર્ફોર્મ હોય, ડાન્સ હોય કે ફિલ્મમાં એક્ટીંગ તે પોતાના કામને લઈને હંમેશા એનર્જેટિક સ્ટાઇલમાં જ  હોય છે. 
રણવીર સિંહ બેર ગ્રિલ્સ સાથે જોવા મળશે
હાલમાં જ તેણે સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં ગાઢ જંગલનું દ્રશ્ય જોવા મળી રહ્યું છે, જેના પછી Netflix લખેલું છે. આ પછી રણવીર જંગલના તમામ પ્રાણીઓને બતાવતો દેખાય છે અને પછી પ્રાણીઓ સાથે  વાત કરવાનું શરૂ કરે છે. આ વીડિયોએ  ફેન્સના મનમાં જીજ્ઞાશા ઉભી કરી છે કે શું રણવીર સિંહ બેર ગ્રિલ્સ સાથે જોવા મળશે.


રણવીર ખતરનાક સ્ટંટ કરતો જોવા મળશે
વીડિયોમાં તમે જોઈ શકો છો કે જંગલ છે સાથે જ રણવીરનો અવાજ બેકગ્રાઉન્ડમાં આવે છે, બાદમાં તે ખૂબ જ  વાઇલ્ડ પ્રાણીઓથી ડરીને  ભાગી રહ્યો  છે. સાથે રણવીર સાથે  બેર ગ્રિલ્સ પણ જોવા મળે છે. આ દરમિયાન રણવીર ખતરનાક સ્ટંટ કરતો જોવા મળી શકે છે. તમને જણાવી દઈએ કે રણવીર બહુ જલ્દી મેન Vs વાઇલ્ડમાં બેર ગ્રિલ્સ સાથે જોવા મળવાનો છે. વીડિયોમાં આ શોનું નામ રણવીર Vs વાઇલ્ડ રીખવામાં આવ્યું છે. 

'રણવીર Vs વાઇલ્ડ' OTT શોમાં જોવા મળશે
રણવીરે ગુરુવારે આ શો અંગેનો વીડિયો પણ શેર કર્યો હતો. તેણે કેપ્શનમાં લખ્યું- 'જંગલમાં સિચુયેશન વાઇલ્ડ બનવા જઈ રહી છે. તેથી સુરક્ષા કવચ પહેરો કારણ કે કોઈપણ સમયે કંઈપણ થઈ શકે છે. રણવીરના આ નવા શોને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. લોકો કોમેન્ટ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે રણવીર અને બેર ગ્રિલ્સ એકસાથે જોવા મળશે ત્યારે મજા આવશે. આ શો માત્ર OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર પ્રસારિત થશે. રિપોર્ટ્સ અનુસાર, રણવીર આ શો માટે વર્ષ 2021માં સર્બિયા ગયો હતો.
Advertisement
Tags :
Advertisement

.

×