Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતમાં નવા 475 કેસ, 248 દર્દી સાજા થયા મૃત્યુઆંક સ્થિર

આજે પણ ગુજરાત રાજ્યમાં કોરોનાના કુલ 475 કેસ નોંધાયા છે. બીજી તરફ કોરોનાથી 248 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,17,215 દર્દીઓએ કેરેનાને હાર આપી છે. જો કે રાજ્યમાં કોરોનાનો આંક સતત વધી રહ્યો છે. કોરોનાના સતત વધતાં  કેસના પગલે રાજ્યમાં રીકવરી રેટ ઘટીને 98.88 ટકાએ પહોંચ્યો છે આજે કોરોનાના કુલ 475 કેસ નોંધાયા કોરોના રસીકરણના મોરચે પણ સરકાર મજબુત દેખાઇ રહી છે. રાજ્યમાં આજે કોરોનાના કુલ 52,721 à
ગુજરાતમાં નવા 475 કેસ  248 દર્દી સાજા થયા મૃત્યુઆંક સ્થિર
આજે પણ ગુજરાત રાજ્યમાં કોરોનાના કુલ 475 કેસ નોંધાયા છે. બીજી તરફ કોરોનાથી 248 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,17,215 દર્દીઓએ કેરેનાને હાર આપી છે. જો કે રાજ્યમાં કોરોનાનો આંક સતત વધી રહ્યો છે. કોરોનાના સતત વધતાં  કેસના પગલે રાજ્યમાં રીકવરી રેટ ઘટીને 98.88 ટકાએ પહોંચ્યો છે 

આજે કોરોનાના કુલ 475 કેસ નોંધાયા 
કોરોના રસીકરણના મોરચે પણ સરકાર મજબુત દેખાઇ રહી છે. રાજ્યમાં આજે કોરોનાના કુલ 52,721 ડોઝ અપાઇ ચુક્યાં છે. ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના કુલ 475 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 248 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,17,215 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જો કે સતત વધી રહેલા કોરોનાના કેસના પગલે રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર ઘટીને 98.88 ટકાએ પહોંચી ચુક્યો છે. 
જાણો ક્યાં કેટલા કેસ નોંધાયાં
 આજે રાજ્યમાં નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 211, સુરત કોર્પોરેશનમાં 76, વડોદરા કોર્પોરેશનમાં 35, જામનગર કોર્પોરેશન 17, મહેસાણા 14, નવસારીમાં 12 વડોદરા 12, અમરેલી 10, ગાંધીનગર કોર્પોરેશન 9, કચ્છ 8, ભરૂચ, ગાંધીનગર, વલસાડમાં 7-7, અમદાવાદ , જામનગર, રાજકોટ કોર્પોરેશનમાં 5-5, બનાસકાંઠા, દેવભુમિ દ્વારકા, ખેડામાં 4-4 અને આણંદ, ભાવનગર કોર્પોરેશન, પાટણ, રાજકોટ અને સુરતમાં 3-3 કેસ, ગીરસોમનાથ, મહીસાગર, સાબરકાંઠામાં 2-2, પંચમહાલ અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયા છે આ પ્રકારે કુલ 475 કેસ નોંધાયા હતા. 
 મજબૂત રસીકરણ  અભિયાન 
બીજી તરફ કોરોનાના રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 1230 ને રસીનો પ્રથમ, 10967 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના નાગરિકો પૈકી 878 ને રસીનો પ્રથમ તથા, 2818 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 22419 ને પ્રીકોર્શન ડોઝ અપાયાં. 12-14 વર્ષા નાગરિકો પૈકી 5584 ને રસીનો પ્રથમ અને 8825 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો.આજના દિવસમાં કુલ 52,721 ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 11,13,02,759 ડોઝ અપાઇ ચુક્યાં છે. 
Advertisement
Tags :
Advertisement

.