Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : AMCના ડમ્પરે ફૂટપાથ પર રહેતા દંપતીને લીધું અડફેટે,મહિલાનું કમકમાટીભર્યું મોત

અમદાવાદમાં AMCના સ્વીપર મશીને એકનો ભોગ લીધો છે. જેમાં વાસણામાં ફૂટપાથ પર રહેતા પરિવારને અડફેટે લીધો હતો. AMCના ડમ્પરે ફૂટપાથ ઉપરની મહિલાને કચડી છે. અકસ્માતમાં મહિલાનું મોત થયુ છે. તથા અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે.   અકસ્માત જી.બી.શાહ કોલેજ...
ahmedabad   amcના ડમ્પરે ફૂટપાથ પર રહેતા દંપતીને લીધું અડફેટે મહિલાનું કમકમાટીભર્યું મોત
Advertisement

અમદાવાદમાં AMCના સ્વીપર મશીને એકનો ભોગ લીધો છે. જેમાં વાસણામાં ફૂટપાથ પર રહેતા પરિવારને અડફેટે લીધો હતો. AMCના ડમ્પરે ફૂટપાથ ઉપરની મહિલાને કચડી છે. અકસ્માતમાં મહિલાનું મોત થયુ છે. તથા અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે.

Advertisement

અકસ્માત જી.બી.શાહ કોલેજ પાસે સર્જાયો છે. ડમ્પર ચાલકને પોલીસ સ્ટેશને લઈ જવાયો છે. અમદાવાદનાં વાસણા વિસ્તારમાં અકસ્માતે વધુ એકનો ભોગ લીધો છે. AMCના સ્વીપર મશીને જી.બી. શાહ કોલેજની બાજુમાં ફૂટપાથ પર રહેતા પરિવારને ટક્કર મારી હતી. તેમાં એક મહિલાનું મોત થયુ છે. વાસણા જી.બી.શાહ કોલેજ પાસે વ્હેલી સવારે ડમ્પર ફૂટપાથ ઉપર ચડી જતા દંપતીને અસ્માત નડ્યો હતો.

Advertisement

મહિલાના પતિનો પગ અકસ્માતમાં કચડાઈ જતા હોસ્પિટલ ખસેડાયા

ઘટનામાં શ્રમિક મહિલાનું મોત નીપજ્યું છે. તેમજ મૃતક મહિલાના પતિનો પગ અકસ્માતમાં કચડાઈ જતા હોસ્પિટલ ખસેડાયા છે. રોડ ઉપર આવતા AMCના ડમ્પરે ફૂટપાથ ઉપર મહિલાને કચડી નાખતા ડ્રાઈવરને ઝડપી પાડવામાં આવ્યો છે. તેમજ પોલીસ સ્ટેશને લઇ જવામાં આવ્યો છે. તથા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથધરી છે.

આ  પણ  વાંચો -આણંદમાં ST બસ-ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 5થી વધુ લોકો ઈજાગ્રસ્ત

Tags :
Advertisement

.

×