CM Bhupendra Patel ના વિપક્ષ પર આકરાં પ્રહાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ સંસદની નવી ઇમારતનું ઉદ્ઘાટન કરશે. કોંગ્રેસ અને TMC સહિત 19 વિપક્ષી દળોએ બુધવાર (24 મે) ના રોજ નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. નવા સંસદ ભવનના ઉદ્ઘાટન કાર્યક્રમનો વિરોધ કરી...
Advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ સંસદની નવી ઇમારતનું ઉદ્ઘાટન કરશે. કોંગ્રેસ અને TMC સહિત 19 વિપક્ષી દળોએ બુધવાર (24 મે) ના રોજ નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. નવા સંસદ ભવનના ઉદ્ઘાટન કાર્યક્રમનો વિરોધ કરી રહેલા વિપક્ષ પર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ પ્રહાર કર્યા. નડિયાદમાં સીએમ ભુપેન્દ્ર પટેલે કહ્યું, સાંસદ ભવનના નવનિર્મિત સંકુલનું લોકાર્પણ એ ગૌરવપૂર્ણ બાબત છે. સંસદભવનના લોકાર્પણ કાર્યક્રમનો બહિષ્કાર કરવાની વિપક્ષની જાહેરાત નિંદનીય છે. વિપક્ષનો નિર્ણય અપમાનજનક અને લોકતાંત્રિક મૂલ્યો ઉપર હુમલો છે.
આ પણ વાંચો-રાજકોટમાં ઝડપાયું નકલી ચલણી નોટ છાપવાનું કૌભાંડ
Advertisement
Advertisement


