Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોના કેસ વધ્યાં, જાણો કેટલા કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોના કેસ  સતત વધી રહ્યાં છે. જેણે તંત્રની ચિંતા વધારી છે. ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાયરસના નવા 416 નવા કેસ નોંધાયા છે. એક તરફ અમદાવાદમાં રથયાત્રાનો તહેવારે ગણતરીના દિવસો બાકી છે. અને રંગેચંગે તૈયારીઓ પણ શરુ થઇ ગઇ છે, ત્યાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાતા તંત્રની ચિંતા વધી છે.  રાજ્યમાં સતત બીજા દિવસે 400થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયાગુજરાતમાં છેલ્લાં 24 કલાકà
અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોના કેસ વધ્યાં  જાણો કેટલા કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોના કેસ  સતત વધી રહ્યાં છે. જેણે તંત્રની ચિંતા વધારી છે. ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાયરસના નવા 416 નવા કેસ નોંધાયા છે. એક તરફ અમદાવાદમાં રથયાત્રાનો તહેવારે ગણતરીના દિવસો બાકી છે. અને રંગેચંગે તૈયારીઓ પણ શરુ થઇ ગઇ છે, ત્યાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાતા તંત્રની ચિંતા વધી છે. 
 
રાજ્યમાં સતત બીજા દિવસે 400થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાયરસની સ્થિતિ વધારે વણસતી હોય તેવું લાગી રહ્યું  છે. રાજ્યમાં સતત બીજા દિવસે 400થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોના કેસનો એક્ટિવ આંકડો 2000ની નજીક પહોંચી ગયો છે.  સામે 230 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે.  સાથે જ  અમદાવાદ શહેરમાં સૌથી વધુ 113 દર્દીઓ સાજા થયા છે.  જે કે રાજ્યમાં આજે એક્ટિવ કેસનો આંકડો 2000 ની આસપાસ પહોંચી ગયો છે, રાજ્યમાં હજુ 4 દર્દી વેંટિલેટર પર છે, તેમજ 1927 એક્ટિવ કેસ છે. રાજ્યમાં કુલ 1923 દર્દી સ્ટેબલ છે. રાજ્યમાં ડિસ્ચાર્જ થયેલા દર્દઓની સંખ્યા 12,16,036 છે. આ ઉપરાંત રાજ્યમાં મૃત્યુની સંખ્યા 10,946 પર સ્થિર છે.
જાણો ક્યાં કેટલાં કેસ નોંધાયા 
રાજ્યમાં આજે 23 જૂને કોરોનાના 416 નવા કેસ નોંધાયા છે. સાથે જ 230 દર્દીઓ કોરોનાથી રિકવર થયા છે. ત્યાં જ અમદાવાદ કોર્પોરેશન 182, સુરત કોર્પોરેશન 56, વડોદરા કોર્પોરેશન 40, સુરત 34, રાજકોટ કોર્પોરેશન 15, ભાવનગર કોર્પોરેશન 13, વલસાડ 12, ગાાંધીનગર કોર્પોરેશન 11, ગાાંધીનગર 08, જામનગર કોર્પોરેશન 7, કચ્છ 7, ભરૂચ 5, મહેસાણા, નવસારી, વડોદરા 03-03, અમદાવાદ, અમરેલી, આણંદ, ભાવનગર, મોરબી, પાટણ 02-02, બનાસકાાંઠા, દેવભૂમિ દ્વારકા, મહીસાગર, રાજકોટ, સુરેન્દ્રનગરમાં 01-01 કેસ નોંધાયો છે.

રસીકરણનો આંકડો પણ સતત વધ્યો 
રાજ્યમાં આજે સાંજ સુધીમાં કુલ 82,229 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. રાજ્યમાં રસીકરણનો કુલ આંકડો વધી રહ્યો છે. રાજ્યમાં અત્યારસુધીમાં 11,11,03,686 ડોઝ આપવામાં આવ્યા છે.રાજ્યમાં આજે 23 જૂનની સાંજે કોરોના વાયરસના નવા 416 કેસ નોંધાયા છે. જોકે રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં સૌથી વધુ 184 કેસ નોંધાયા છે. 
Advertisement
Tags :
Advertisement

.