અમદાવાદમાં આજે ધનતેરસમાં લોકો પુજા કર્યા બાદ બજારમાં ખરીદી કરવા નીકળ્યા છે. દિવાળીની હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે હવે છેલ્લી ઘડીએ બજારમાં માનવ મહેરામણ ઉમટ્યું છે. ખાસ કરીને લોકો ફટાકડા બજારમાં ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. અમદાવાદના ઘણા બજારમાં શુક્રવારે લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા ઉમટી પડ્યા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે