નવલા નોરતામાં કરો પાવાગઢમાં બિરાજમાન મહાકાળી માતાના દર્શન
નવલા નોરતાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે ગુજરાતના યાત્રાધામોમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. ત્યારે પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ડુંગર પર બિરાજમાન જગતજનની શ્રી મહાકાળી માતાજીના દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, પાવાગઢ એક...
નવલા નોરતાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે ગુજરાતના યાત્રાધામોમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. ત્યારે પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ડુંગર પર બિરાજમાન જગતજનની શ્રી મહાકાળી માતાજીના દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, પાવાગઢ એક ડુંગરીયાળ પ્રદેશ છે જે પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યમાં વડોદરાથી 46 કિલોમીટર દૂર પંચમહાલ જિલ્લામાં આવેલું છે. મહાકાળી મંદિર અહીંનું સૌથી પ્રસિદ્ધ સ્થળ છે. અહીં રોજ હજારો શ્રદ્ધાળુ અહીં દર્શનાર્થે આવે છે. અહીંયા ગામની રીતભાત અને ભાતિગળ સંસ્કૃતિનો લોક વારસો આવેલો છે. અહીંનો ચાંપાનેર પાવાગઢનો ગ્રામ્ય વિસ્તાર "યુનેસ્કો" ના વિશ્વ ધરોહર સ્થળની યાદીમાં સ્થાન પામેલો છે.
Advertisement
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement