વેકેશનમાં બાળકોને પ્રકૃતિ તરફ વાળો અને માતૃભાષાનું જ્ઞાન આપો
આપણા બાળકો ખાસ કરીને શહેરી જીવનમાં રહેતા બાળકો પ્રકૃતિથી ઘણા વિખૂટા પડી ગયા હોય એવા સંજોગો નિર્માણ થયા છે. ઘરોમાં પુરુ ગુજરાતી કે સાચું ગુજરાતી બોલાતું નથી તેથી આપણી માતૃભાષાથી પણ બાળકો સાચા અર્થમાં જાણકાર બનતા નથી. આ બંને બાબતો સમાજની દ્રષ્ટિએ અને આપણા બાળકના અંગત વિકાસની દ્રષ્ટિએ બહુ જ ઘાતક પુરવાર થઈ શકે એમ છે. મોટેભાગે આજકાલ બધી જ જવાબદારી શાળાઓને માથે નાખીને વાલીઓ એટલે કે મ
આપણા બાળકો ખાસ કરીને શહેરી જીવનમાં રહેતા બાળકો પ્રકૃતિથી ઘણા વિખૂટા પડી ગયા હોય એવા સંજોગો નિર્માણ થયા છે. ઘરોમાં પુરુ ગુજરાતી કે સાચું ગુજરાતી બોલાતું નથી તેથી આપણી માતૃભાષાથી પણ બાળકો સાચા અર્થમાં જાણકાર બનતા નથી. આ બંને બાબતો સમાજની દ્રષ્ટિએ અને આપણા બાળકના અંગત વિકાસની દ્રષ્ટિએ બહુ જ ઘાતક પુરવાર થઈ શકે એમ છે. મોટેભાગે આજકાલ બધી જ જવાબદારી શાળાઓને માથે નાખીને વાલીઓ એટલે કે માતા-પિતાઓ પોતાના હાથ ઉંચા કરી નાખે છે હકીકતમાં બાળકના વિકાસમાં શાળાએ જે કંઈ કરવાનું છે તે તો કદાચ તે કરે જ છે પણ તેને ટેકો આપવા માટે અથવા તો શાળામાં ચાલતા અને અપાતા કે જ્ઞાનને વાસ્તવિક બનાવવા માટે પરિવારે માતા-પિતાએ વાલીઓએ જાગૃત પ્રયત્નો કરવા જોઈએ. હવે આવેલું કે આવી રહેલું વેકેશન એ બાળકોને આ પ્રકારની પ્રવૃત્તિઓ તરફ વાળવા માટે નો સોનેરી સમય બની શકે છે.
પરિવાર થોડોક જાગૃત થઇને બાળકોને આકાશ, દરિયો, પક્ષીઓ, વૃક્ષો, ફૂલો, નદીઓ, તળાવ વગેરેથી સાચા અર્થમાં પરિચિત કરાવે અને સાથે સાથે આ બધા પ્રાકૃતિક વૈભવનું આપણા જીવનમાં શું મૂલ્ય છે એ સમજાવે તો કદાચ શાળાના પ્રયત્નોને વધારે સારા પરિણામો માં આવી શકાશે.
આજકાલ આપણે સહુ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી પીડાઈ રહ્યા છીએ ગરમીનો પ્રકોપ અતિશય ઠંડી, વધારે કે ઓછો વરસાદ આ બધા પ્રાકૃતિક સંતુલનના સંકેતો એ આવી રહેલા ગ્લોબલ વોર્મિંગના ભયંકર પરિણામોના એલાર્મ છે જે વિશે આપણે જાણીએ તો છીએ પણ વ્યક્તિગત રીતે એમાં સુધારો થાય એ માટે ખાસ કશું કરતા નથી. ત્યાં સુધી તો વાતચીત છે પણ આપણા બાળકોને પણ એ વિશે આપણે વાકેફ જ કરતા નથી. આપણા જીવનને ટકાવવા માટે સમષ્ટિના પ્રકૃતિના બધા જ તત્વો, વૃક્ષો, વનસ્પતિ, નદીઓ, પંખીઓ, પ્રાણીઓ બધાનું એક સરખું મહત્વ છે. એ જો આપણે આ વેકેશનના સમયનો સદુપયોગ કરીને થોડું ઘણું પણ બાળકોના મનમાં ઠસાવી શકીએ તો પાઠ્યપુસ્તકોમાં અને શાળાઓમાં જે સૈદ્ધાંતિક વાતો કરવામાં આવે છે તેને વ્યાવહારિક રીતે ટેકો મળી રહેતા બાળકના ચિત્તમાં એ સંસ્કારો મજબૂત બની શકે.
આજકાલ અંગ્રેજી માધ્યમનું મહિમા વધ્યો છે હવે એની સામે જોખમ એવું થયું છે કે આખી એક નવી બાળકોની પેઢી માતૃભાષાના વૈભવ થી દુર ને દુર ધકેલાઇ રહી છે. આ માટે વાલીઓ - પરિવારો વેકેશનનો સદુપયોગ કરીને પોતાના પુત્ર-પુત્રીને ગુજરાતી ભાષાના વૈભવથી પરિચિત કરાવી શકે એ માટે નરસિંહ મહેતાનું પ્રભાતીયુ કે મીરાબાઈનું કોઈ જાણીતું ભજન અથવા તો નળાખ્યાન કે પછી બાળકોને ખૂબ રસ પડે તેવી પંચતંત્રની વાર્તાઓ કે પછી કેળવણીકાર ગિજુભાઇ બધેકા જેવાના બાળસાહિત્ય ઉપરના પુસ્તકોમાંથી રોજ થોડુંક વાંચન કરીને બાળકોના ચિત્તમાં ભુલાતી જતી ગુજરાતી ભાષાના શબ્દો ઉમેરી શકાય.
વારંવારના આવા પ્રયત્નોથી બાળકો ધીમે ધીમે અવગત થશે અને તેઓ ભલે અંગ્રેજી માધ્યમમાં ભણતા હોય પણ આપણી માતૃભાષાના ભવ્ય વારસાથી આપણા સંસ્કારોથી આપણી અસ્મિતાથી આપણી ઓળખથી થોડાક વધારે પરિચિત થશે અને જો આમ થશે તો તેમનું તળિયું મજબૂત થશે અને આગળ જતાં જીવન વિકાસમાં તેમને બહુ મોટું બળ મળશે.
Advertisement