33

રાજ્યમાં કોરોનાની નવી ગાઈડલાઇન જાહેર કરાઇ છે. જે અંતર્ગત રાજ્યમાં 4 ફેબ્રુઆરી સુધી રાત્રિ કર્ફ્યૂ યથાવત રહેશે. અને રાજ્યના 8 મહાનગર સહિત 27 શહેરોમાં રાત્રિના 10 વાગ્યાથી લઇ સવારના 6 વાગ્યા સુધીનો કર્ફ્યૂનો અમલ કરાવાશે. સાથે જ હોટલ-રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી 24 કલાક ચાલું રાખી શકાશે. મહત્વનું છે કે હાલ રાજ્યમાં કોરોનાના કેસ ધીરે-ધીરે ઘટી રહ્યાં છે. અને કોરોના પીક ઓછો થઇ રહ્યો છે.