
ગુજરાત યુનિવર્સિટીના પદવીદાન સમારોહનુ
વર્ચ્યુઅલ આયોજન કરાયું.. કોરોનાની સ્થિતિને કારણે વર્ચ્યુઅલ યોજાયેલા
કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષ સ્થાને હાજર રહ્યા.. તો રાજ્યના
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓનલાઈન માધ્યમથી જોડાઇને વિદ્યાર્થીઓને દિક્ષાંત
પ્રવચન આપ્યું.
આ પદવીદાન સમારોહમાં શિક્ષણમંત્રી જીતુ
વાઘાણી, રાજ્યકક્ષા
મંત્રી કુબેર ડીંડોર, કીર્તિસિંહ
વાઘેલા અને અગ્ર સચીવ
એસ.જે.હૈદર પણ ઓનલાઈન માધ્યમથી જોડાયા હતા. સમારોહમાં 49 હજાર 528 વિદ્યાર્થીઓને
પદવી આપવામાં આવી હતી, જ્યારે 280
વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો, તો 62ને શિષ્યવૃત્તિ અને પારિતોષિક
એનાયત કરવામાં આવ્યું હતું.