Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નળસરોવર અને થોળ પક્ષી અભ્યારણ્ય મુલાકાતીઓ માટે આ 2 દિવસ રહેશે બંધ

શું તમે  વિકેન્ડ  વન-ડે ટ્રીપનું પ્લાનિંગ કરી રહ્યાં છો ?તો અમદાવાદ નજીકના આ હોટ ફેવરિટ ઇકો ડેસ્ટીનેશન સ્થળો બંધ રહેશે. 5 અને 6 ફેબ્રુઆરી 2022ના રોજ પક્ષી ગણતરી  કરવામાં આવશે.આ સમયગાળા દરમિયાન નળસરોવર અને થોળ બંને પક્ષી અભ્યારણ્યો મુલાકાતીઓ માટે બંધ રહેશે.નળસરોવર અને થોળ પક્ષી અભ્યારણ્ય ખાતે તારીખ ૫ ફેબ્રુઆરી અને 6 ફેબ્રુઆરીના રોજ બંને જળાશયોના પક્ષીઓની ગણતરીનું આયોજન કરવામાં આવ્à
નળસરોવર અને થોળ પક્ષી અભ્યારણ્ય મુલાકાતીઓ માટે આ 2 દિવસ રહેશે બંધ
શું તમે  વિકેન્ડ  વન-ડે ટ્રીપનું પ્લાનિંગ કરી રહ્યાં છો ?તો અમદાવાદ નજીકના આ હોટ ફેવરિટ ઇકો ડેસ્ટીનેશન સ્થળો બંધ રહેશે. 5 અને 6 ફેબ્રુઆરી 2022ના રોજ પક્ષી ગણતરી  કરવામાં આવશે.આ સમયગાળા દરમિયાન નળસરોવર અને થોળ બંને પક્ષી અભ્યારણ્યો મુલાકાતીઓ માટે બંધ રહેશે.
નળસરોવર અને થોળ પક્ષી અભ્યારણ્ય ખાતે તારીખ ૫ ફેબ્રુઆરી અને 6 ફેબ્રુઆરીના રોજ બંને જળાશયોના પક્ષીઓની ગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંદર્ભે નળસરોવર અને થોળ પક્ષી અભ્યારણ્ય પ્રવાસીઓ માટે બંધ રહશે.
વિશેષ કાનૂની જોગવાઈ મુજબ બંધ 
વન્યપ્રાણી સંરક્ષણ ધારા ૧૯૭૨ની કલમ ૨૮ તથા ૩૩થી મળેલ સત્તાથી પ્રવેશબંધી ફરમાવવામાં આવે છે. આ બંને દિવસ દરમ્યાન પક્ષીઓને તથા પક્ષી ગણતરીની કામગીરીમાં ખલેલ ન પહોંચે તે માટે સ્થાનિક વન વિભાગને સંપૂર્ણ સહયોગ આપવા રાજ્યના ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.
Advertisement
Tags :
Advertisement

.