જિલ્લાના ભૌગોલિક પરિસ્થિતિની આધારે દૂધ ઉત્પાદન, ટકાઉ આજીવિકા વિષે વિશેષ ચર્ચા
આશરે ૪૮ વર્ષ પછી ભારતમાં વર્લ્ડ ડેરી સંમેલન ૨૦૨૨ ગ્રેટર નોઇડામાં યોજાઇ જેમાં વિશ્વના ડેરી તજજ્ઞનોએ ભાગ લીધો જેમાં કચ્છ જિલ્લા તરફથી અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલ દ્વારા ભાગ લેવામાં આવ્યો આ સમિટમાં આગામી ૨૫ વર્ષનો દૂધ અને દૂધ ઉત્પાદન ક્ષેત્રે વિવિધ ચર્ચા કરવામાં આવી તેમજ કૃત્રિમ દૂધનો બહિષકારની સાથે વધુ ટકાઉ પશુપાલનની કામગીરી કરી અનà
આશરે ૪૮ વર્ષ પછી ભારતમાં વર્લ્ડ ડેરી સંમેલન ૨૦૨૨ ગ્રેટર નોઇડામાં યોજાઇ જેમાં વિશ્વના ડેરી તજજ્ઞનોએ ભાગ લીધો જેમાં કચ્છ જિલ્લા તરફથી અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલ દ્વારા ભાગ લેવામાં આવ્યો આ સમિટમાં આગામી ૨૫ વર્ષનો દૂધ અને દૂધ ઉત્પાદન ક્ષેત્રે વિવિધ ચર્ચા કરવામાં આવી તેમજ કૃત્રિમ દૂધનો બહિષકારની સાથે વધુ ટકાઉ પશુપાલનની કામગીરી કરી અને પશુપાલકોનું જીવન ધોરણ ઊંચું લાવવા વિષે ચર્ચા થઈ.
આ સમિટનું ઉદ્ઘાટન માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા કરવામાં આવ્યું જેમાં તેઓએ રાષ્ટ્રીય ગોકુળ મિશન હેઠળ સરહદ ડેરી દ્વારા કરવામાં આવતા પ્રોજકટ પીડિગ્રી સિલેક્શન જેમાં કચ્છ જિલ્લાની અનોખી ભેંસ બન્નીનો ખાસ ઉલ્લેખ કરેલ જે અન્વયે સરહદ ડેરી દ્વારા બન્ની ભેંસની વિશેષ ઓળખ જળવાઈ રહે તે હેતુ ભેંસ તેમજ પાડા ઉછેર કરી અને વધુ દૂધ ઉત્પાદનનો છે.
સદર સમિટમાં વલમજીભાઈ હુંબલ દ્વારા દેશી બ્રીડનું મહત્વ જળવાઈ રહે તેમજ ગાય તેમજ ભેંસના દૂધ ઉપરાંત ઊંટડીના દૂધનું મહત્વ વિષે ચર્ચા કરવામાં આવી હતી જેમાં જર્મનીણ ડૉ. કોલ્હાર જેઓ રાજસ્થાનમાં ઊંટડીના દૂધ વિષે રિસર્ચ કરે છે તેઓ સાથે દુનિયાની સામે ઊંટડીના દૂધના ફાયદાઓની ચર્ચા કરવા માટે જણાવ્યું હતું જેથી ઊંટડીના દૂધના ઔષધીય ગુણધર્મોની લોકોને જાણકારી મળી રહે.
સાથે સાથે કેન્દ્રીય ગરૂઝ તેમજ સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહ, મનસુખ માંડવીયા, પરષોત્તમ રૂપાલા, ગિરિરાજસિંહ, તેમજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીશ્રી યોગી આદિત્યનાથ સાથે પશુપાલકોને દૂધ ઉપરાંત અન્ય રીતે કઈ રીતે મદદરૂપ થઈ શકાય તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી સાથો સાથ આગામી સમયમાં ગોબર ધન, સામૂહિક પશુ રસીકરણ, પશુ આધાર જેવી યોજનાઓની વિશેષ ચર્ચા કરવામાં આવી.
વિશેષ રૂપે વલમજીભાઈ હુંબલ દ્વારા મેક ઇન ઈન્ડિયાના ભાગ રૂપે ફ્રાંસની ફોસ કંપની ભારતીય કંપની પ્રોમ્પ્ટ ઇક્વિપમેન્ટ કંપની સાથે મળી સ્થાનિક બનાવટનું ઓટોમેટિક ટેન્કર દૂધ સેમ્પલિંગ મશીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જે સમયની સાથે ખર્ચમાં ઘટાડામાં ઉપયોગી થશે જેમાં સ્થાનિકે રોજગારીની સાથે પશુપાલકોને મોટો ફાયદો થશે. તેમજ મંડળીઓ ખાતે દૂધ લેવા જતાં ટેન્કરમાં માનવ રહિત દૂધ સેમ્પલ લઈ શકાશે.
Advertisement