Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat rape: ભાડૂતી રહેતી, એસ.ટીમાં સવારી કરતી યુવતી સાથે બસ ચાલકનું દુષ્કૃત્ય

સુરત :- ડાંગમાં રહેતી અને સુરતમાં નોકરી કરતી યુવતી ઉપર લગ્નની લાલચે દુષ્કર્મની ફરિયાદના પગલે અઠવા લાઇન્સ પોલીસે આરોપી બસ ચાલકની ધરપકડ કરી છે. ફરિયાદ મુજબ એસ ટી બસના ડ્રાઇવરે લગ્નની લાલચે યુવતીને ફસાવી દુષ્કર્મ Surat rape આચર્યું હતું. ગેસ્ટહાઉસમાં...
surat rape  ભાડૂતી રહેતી  એસ ટીમાં સવારી કરતી યુવતી સાથે બસ ચાલકનું દુષ્કૃત્ય
Advertisement

સુરત :- ડાંગમાં રહેતી અને સુરતમાં નોકરી કરતી યુવતી ઉપર લગ્નની લાલચે દુષ્કર્મની ફરિયાદના પગલે અઠવા લાઇન્સ પોલીસે આરોપી બસ ચાલકની ધરપકડ કરી છે. ફરિયાદ મુજબ એસ ટી બસના ડ્રાઇવરે લગ્નની લાલચે યુવતીને ફસાવી દુષ્કર્મ Surat rape આચર્યું હતું.

ગેસ્ટહાઉસમાં બાંધ્યા શારીરિક સંબંધ

સુરતના અઠવા પોલીસ મથકમાં દુષ્કર્મની Surat rape ફરિયાદ નોધાઈ હતી. યુવતીની બસમાં અપડાઉન કરતા ચાલક સાથે જ મિત્રતા થઈ હતી, ત્યારબાદ ડ્રાઇવરે લગ્નની લાલચ આપી યુવતીને અલગ અલગ ગેસ્ટહાઉસમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યા હતા. ફરિયાદ મુજબ એસટી બસના ચાલકે યુવતીને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધી તરછોડી હતી. જેની ફરિયાદના આધારે અઠવાલાઇન્સ પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધી તપાસ આદરી હતી.

Advertisement

લગ્નની લાલચ આપી પ્રેમજા‌ળમાં ફસાવી

વાંસદાથી સુરત બસમાં મુસાફરી કરતી 27 વર્ષીય યુવતી વઘઈમાં રહે છે અને સગરામપુરા ખાતે પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. યુવતી સુરતમાં ભાડાના મકાનમાં રહેતી હતી અને વઘઈથી એસટી બસમાં અપડાઉન કરતી ત્યારે ચાલક સાથે મુલાકાત થઈ હતી. ચાલકે તેને લગ્નની લાલચ આપી પ્રેમજા‌ળમાં ફસાવી હતી. છેલ્લા દોઢેક વર્ષથી આરોપીએ યુવતીને ડુમસ, મગદલ્લા અને સગરામપુરામાં ભાડાના મકાનમાં અને ગેસ્ટહાઉસમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યા હતા. હાલતો પોલીસે ફરિયાદના આધારે બસ ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement

.

×