સુરતી બાગેશ્વર ધામને 1.25 લાખની ગદા આપશે
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી સુરત આવી રહ્યા છે, ત્યારે સુરતમાં એક કાપડ વેપારી દ્વારા હનુમાન દાદાને પ્રિય એવી ચાંદીની ગદા તૈયાર કરવામાં આવી છે. આ ચાંદીની ગદા ધીરેન્દ્ર શાસ્ત્રીને ભેટ સ્વરૂપે આપવામાં આવશે. સુરતના જાણીતા જ્વેલર્સ દ્વારા હેન્ડ મેડ...
Advertisement
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી સુરત આવી રહ્યા છે, ત્યારે સુરતમાં એક કાપડ વેપારી દ્વારા હનુમાન દાદાને પ્રિય એવી ચાંદીની ગદા તૈયાર કરવામાં આવી છે. આ ચાંદીની ગદા ધીરેન્દ્ર શાસ્ત્રીને ભેટ સ્વરૂપે આપવામાં આવશે. સુરતના જાણીતા જ્વેલર્સ દ્વારા હેન્ડ મેડ ગદા તૈયાર કરવામાં આવી છે.સુરતના જ્વેલર્સ દ્વારા 15 દિવસ જેટલો સમય ગદા તૈયાર કરવામાં લાગ્યો હતો. તેમજ ચાર કારીગર દ્વારા સંર્પૂણ હેન્ડ મેડથી આ ગદા તૈયાર કરવામાં આવી છે. હનુમાનજીને ગદા ખૂબ જ પ્રિય છે, માટે ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજને આ ગદા ભેટ સ્વરૂપે આપવામાં આવશે. ગદા સૌ કોઈનું આકર્ષણનું કેન્દ્ર બની છે.
આપણ વાંચો-SURAT માં હેલ્થ સપ્લિમેન્ટના સેમ્પલ ફેઇલ


