પ્રેમિકાનો ભાઇ બનીને પતિની ફરિયાદ કરવા યુવક પોલીસ સમક્ષ પહોંચ્યો, જાણો પછી શું થયું
ઉત્તર પ્રદેશના મહારાજગંજ જીલ્લામાં ચોંકાવનારો બનાવ બહાર આવ્યો છે. જ્યાં એક પ્રેમી ભાઇ બનીને તેની પ્રેમીકાના પતિ સામે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો અને પતિ તેની બહેનની મારપીટ કરે છે તેવી ફરિયાદ કરી હતી. પોલીસને આ યુવક શંકા જતાં ઉલટ તપાસ કરી હતી જેમાં આ સમગ્ર બનાવ બહાર આવ્યો હતો. પોલીસે તેની અટકાયત કરીને ચેતવણી આપીને છોડી દીધો હતો. પૂછપરછમાં બહાર આવ્યું કે આ યુવક મહિલા
ઉત્તર પ્રદેશના મહારાજગંજ જીલ્લામાં ચોંકાવનારો બનાવ બહાર આવ્યો છે. જ્યાં એક પ્રેમી ભાઇ બનીને તેની પ્રેમીકાના પતિ સામે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો અને પતિ તેની બહેનની મારપીટ કરે છે તેવી ફરિયાદ કરી હતી. પોલીસને આ યુવક શંકા જતાં ઉલટ તપાસ કરી હતી જેમાં આ સમગ્ર બનાવ બહાર આવ્યો હતો. પોલીસે તેની અટકાયત કરીને ચેતવણી આપીને છોડી દીધો હતો. પૂછપરછમાં બહાર આવ્યું કે આ યુવક મહિલાને એક તરફી પ્રેમ કરતો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ પ્રેમીકાનું લગ્ન કરાવવા પણ આ જ યુવક આગળ આવ્યો હતો પણ ત્યારબાદ તેનું મન બદલાયું હતું અને તેણે પ્રેમીકાનું જીવન બરબાદ કરવાનું નક્કી કર્યું હતું. પોલીસે પ્રેમી યુવકને ચેતવણી આપી હતી કે જો ફરીથી તેણે આ મહિલાના જીવનમાં દખલ અંદાજી કરી તો તેની સામે કડક કાર્યવાહી કરાશે.
ગુરુવારે પોલીસ સમક્ષ આ યુવક ફરિયાદ કરવા પહોંચ્યો હતો અને જણાવ્યું કે સાસરીમાં તેની બહેનને પરેશાન કરવામાં આવી રહી છે અને બેરહેમીથી મારપીટ કરવામાં આવે છે. હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. પોલીસે આ મામલાને ગંભીરતાથી લઇને તપાસ શરુ કરી હતી. જો કે પૂછપરછમાં યુવકે હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી મહિલાને ક્યારેક પોતાની પિતરાઇ બહેન તો ક્યારેક ભાણી ગણાવી હતી જેથી પોલીસને શંકા ગઇ હતી.
પોલીસ તપાસમાં બહાર આવ્યું કે મહિલાનું લગ્ન 2 માસ પહેલા થયું હતું. જ્યારે આ મામલે મહિલાના પતિને જણાવાયું ત્યારે તે રોવા લાગ્યો હતો. પતિએ કહ્યું કે આ જ શખ્સે તેનું લગ્ન કરાવ્યું હતું અને હવે તે તેમને પરેશાન કરી રહ્યો છે. તેની પત્નીને લોકો ટાણા મારે છે કે તેને બે બે પતિ છે. હું ખરાબ રીતે ફસાઇ ગયો છું
જો કે ત્યારબાદ પોલીસે આ યુવકને ફરીથી આવું નહીં કરવાની કડક ચેતવણી આપીને છોડી મુક્યો હતો.
Advertisement