ગુજરાત કૉંગ્રેસના આ 17 ધારાસભ્યો જીત્યા, જાણો નામ
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Election 2022) કોંગ્રેસનો (Congress)કારમો પરાજય થયો છે. ભાજપનું મોદી મેજિક કામ કરી ગયું છે અને રેકોર્ડ બ્રેક વિજય મેળવ્યો છે. કૉંગ્રેસની કારમી હાર બાદ ગુજરાત કૉંગ્રેસના પ્રભારી રધુ શર્માએ રાજીનામું આપી દિધુ છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ગુજરાત પ્રભારી રઘુ શર્માએ રાજીનામું આપી દીધું ગત વખતે કૉંગ્રેસે સારુ પ્રદર્શન કરતા 77 જેટલી બેઠકો મેળવી હતી, પંરà
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Election 2022) કોંગ્રેસનો (Congress)કારમો પરાજય થયો છે. ભાજપનું મોદી મેજિક કામ કરી ગયું છે અને રેકોર્ડ બ્રેક વિજય મેળવ્યો છે. કૉંગ્રેસની કારમી હાર બાદ ગુજરાત કૉંગ્રેસના પ્રભારી રધુ શર્માએ રાજીનામું આપી દિધુ છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ગુજરાત પ્રભારી રઘુ શર્માએ રાજીનામું આપી દીધું ગત વખતે કૉંગ્રેસે સારુ પ્રદર્શન કરતા 77 જેટલી બેઠકો મેળવી હતી, પંરતુ આ વખતે 17 બેઠકો પર કૉંગ્રેસ સમેટાઈ ગઈ છે.
આ 17 બેઠકો પર કૉંગ્રેસે જીત મેળવી
- અમિત ચાવડા- આંકલાવ
- અનંત પટેલ-વાંસદા
- દિનેશ ઠાકોર- ચાણસ્મા
- શૈલેષ પરમાર-દાણીલીમડા
- કાંતિ ખરાડી-દાંતા
- ઈમરાન ખેડાવાલા- જમાલપુર ખાડિયા
- ચિરાગ પટેલ- ખંભાત
- જિગ્નેશ મેવાણી- વડગામ
- કિરીટ પટેલ- પાટણ
- અર્જૂન મોઢવાડીયા-પોરબંદર
- વિમલ ચુડાસમા- સોમનાથ
- ગેનીબેન ઠાકોર- વાવ
- સીજે ચાવડા-વિજાપુર
- તુષાર ચૌધરી-ખેડબ્રહ્મા
- અમૃતજી ઠાકોર-કાંકરેજ
- ગુલાબસિંહ ચૌહાણ-લુણાવાડા
- દિનેશ ઠાકોર-ચાણસ્મા
- અરવિંદ લાડાણી-માણાવદર
જગદીશ ઠાકોરે કોંગ્રેસની હાર સ્વીકારી
ભાજપના રેકોર્ડ બ્રેક વિજયથી કોંગ્રસના ખેમામાં શાંતિ છવાઈ ગઈ છે. ત્યારે અનેક નેતાઓ ગાયબ થઈ ગયા છે. આ વચ્ચે હવે રાજીનામા પડી રહ્યાં છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કોંગ્રેસની હાર સ્વીકારી. તો બીજી તરફ વિધાનસભાના વિપક્ષના નેતા સુખરામ રાઠવાને જ હારનો સામનો કરવો પડ્યો છે. તો સૌથી મોટી વાત તો એ છે કે, કૉંગ્રેસની કારમી હાર બાદ ગુજરાત કૉંગ્રેસના પ્રભારી રધુ શર્માએ રાજીનામું આપી દીધું છે. તો ગુજરાત કોંગ્રેસની ચૂંટણીની જવાબદાર જેઓએ મોટા ઉપાડે લીધી હતી, તે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત આખા પિક્ચરમાંથી ગાયબ છે.
ઘાટલોડિયા બેઠક પર CM ભૂપેન્દ્ર પટેલનો 1 લાખ 91 હજાર મતથી વિજય
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. ભાજપને અત્યાર સુધીના ઈતિહાસમાં સૌથી વધુ બેઠકો મળી રહી છે. પ્રથમ વખત રાજ્યના તમામ જિલ્લામાં ભગવો લહેરાયો છે. ભાજપની ભવ્ય જીતથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહે ગુજરાતમાં ભવ્ય વિજય બદલ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને ટેલીફોનના માધ્યમથી શુભેચ્છા પાઠવી છે.
182 સીટના વલણ સામે આવ્યા
ચૂંટણી પંચની વેબસાઇટ મુજબ 182 સીટના વલણ સામે આવ્યા છે. જેમાં ભાજપ 154, આમ આદમી પાર્ટી 5, કોંગ્રેસ 17 અને અન્ય 4 સીટ પર આગળ છે. વોટ શેરની વાત કરીએ તો ભાજપને 53.3 ટકા, કોંગ્રેસને 27.3 ટકા અને આમ આદમી પાર્ટીને 12.9 ટકા વોટ શેર મળ્યો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement