Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જૂનાગઢમાં ધોધમાર વરસાદના પાણીમાં ફસાયેલા બે ખેતમજૂરોને એરલીફ્ટ કરાયા, સરકારનો માન્યો આભાર

જામનગર એરફોર્સે દિલધડક રેસ્ક્યૂ કર્યુ હતુ, જેમાં જૂનાગઢમાં ધોધમાર વરસાદના પરિણામે પૂરમાં ફસાયેલા બે ખેતમજૂરોને એરલીફ્ટ કરાયા હતા, કેશોદ તાલુકાના સુતરેજ ગામે ફસાયેલા લોકોને જામનગરથી માત્ર એક કલાકમાં મદદ મળતા નવજીવન મળ્યું હતું સરકાર તેમજ જામનગર અને જુનાગઢ જીલ્લા વહીવટી...
જૂનાગઢમાં ધોધમાર વરસાદના પાણીમાં ફસાયેલા બે ખેતમજૂરોને એરલીફ્ટ કરાયા  સરકારનો માન્યો આભાર
Advertisement

જામનગર એરફોર્સે દિલધડક રેસ્ક્યૂ કર્યુ હતુ, જેમાં જૂનાગઢમાં ધોધમાર વરસાદના પરિણામે પૂરમાં ફસાયેલા બે ખેતમજૂરોને એરલીફ્ટ કરાયા હતા, કેશોદ તાલુકાના સુતરેજ ગામે ફસાયેલા લોકોને જામનગરથી માત્ર એક કલાકમાં મદદ મળતા નવજીવન મળ્યું હતું સરકાર તેમજ જામનગર અને જુનાગઢ જીલ્લા વહીવટી તંત્રની મહેનત થકી અમારો જીવ બચ્યો તે બદલ આભાર માન્યો હતો.

તમને જણાઈ દઈએ કે, પાણીનો પ્રવાહ વધુ હોવાના લીધે તેઓને બહાર કાઢવા મુશ્કેલ હોય જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જામનગર જિલ્લા વહીવટી તંત્રનો સંપર્ક કરી હેલિકોપ્ટરની મદદ માંગતા જામનગર એરફોર્સના જવાનોએ તાત્કાલિક સુતરેજ ગામે પહોંચીને બંને યુવકોને એરલીફ્ટ કર્યા હતા.બાદમાં જામનગર સલામત રીતે પહોંચાડવામાં આવ્યા હતા. કલેકટર બી.એ.શાહના માર્ગદર્શન હેઠળ જામનગરથી બંનેને સલામત રીતે ગતરાત્રિના રોજ પોતાના ઘરે પરત મોકલવામાં આવ્યા છે.

Advertisement

આ પણ વાંચો : શું તમે જાણો છો ગુજરાતનો ઘેડ પ્રદેશ દર ચોમાસામાં શા માટે ડૂબી જાય છે ?

Advertisement

Tags :
Advertisement

.

×