Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Valsad Crime Story: વલસાડના કોસ્ટલ હાઈવે પર સર્જાયો અકસ્માત, દારૂ ભરેલી કારે રાહદારીને અડફેટે લીધો

Valsad Crime Story: રાજ્ય સરકાર અને રાજ્ય પોલીસ વિભાગ દ્વારા દારૂને લઈને અનેક કાયદાઓ બનાવવામાં આવ્યા છે. તેમ છતા અવાર-નવાર ગેરકાયદેસર રીતે દારૂની હેરા-ફેરી કરતા પકડી પાડવામાં આવતા હોય છે. દારૂ ફરેલી કારે રાહદારીને અડફેટે લીધો કારમાંથી દારૂની બોટલો મળી...
valsad crime story  વલસાડના કોસ્ટલ હાઈવે પર સર્જાયો અકસ્માત  દારૂ ભરેલી કારે રાહદારીને અડફેટે લીધો
Advertisement

Valsad Crime Story: રાજ્ય સરકાર અને રાજ્ય પોલીસ વિભાગ દ્વારા દારૂને લઈને અનેક કાયદાઓ બનાવવામાં આવ્યા છે. તેમ છતા અવાર-નવાર ગેરકાયદેસર રીતે દારૂની હેરા-ફેરી કરતા પકડી પાડવામાં આવતા હોય છે.

  • દારૂ ફરેલી કારે રાહદારીને અડફેટે લીધો
  • કારમાંથી દારૂની બોટલો મળી આવી
  • કુલ 70 હજારનો દારૂ સામે આવ્યો

મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લાના પારડીના ઉંમરસાજડી કોસ્ટલ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. ત્યારે આ અકસ્માત કાર ચાલકે રાહદારીને અડફેટે લીધો હતો. જોકે આ અકસ્માતમાં કમનસીબે રાહદારીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

Advertisement

Advertisement

કારમાંથી દારૂની બોટલો મળી આવી

આ મામલે સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. તે ઉપરાંત કાર ચાલકો ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ત્યારે પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. ત્યારે તપાસ દરમિયાન કારમાંથી દારૂની બોટલો મળી આવી હતી.

કુલ 70 હજારનો દારૂ સામે આવ્યો

ત્યારે વલસાડ જિલ્લામાં પોલીસને કોઈને ભયના હોય, તે રીતે વલસાડ જિલ્લામાં બુટલેગરો બેફામ રીતે દારૂની હેરા-ફેરી કરતા સામે આવ્યા છે. આ તપાસમાં કુલ 70 હજારનો દારૂ મળી આવ્યો હતો. ત્યારે આ કેસમાં વસલાડ જિલ્લા પોલીસ આગળ તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો: DR. Vaishali Joshi Case Update: ડૉ. વૈશાલીના કેસને લઈ વાતાવરણ ગરમાયું, બ્રહ્મ સમાજે આંદોલનની આપી ચીમકી

આ પણ વાંચો: Surat Crime Story: પલસાણા પોલીસે ઓનલાઈન સટ્ટા બેટિંગનું ઇન્ટરનેશનલ નેટવર્ક ઝડપી પાડ્યું

આ પણ વાંચો: અખિલ ભારતીય સંત સમિતિની મોટી જાહેરાત; આગામી ચૂંટણીમાં સંતો નરેન્દ્ર મોદી અને ભાજપની સાથે રહેશે

Tags :
Advertisement

.

×