36

ઉંમરની સાથે સાથે આપણા શરીરનો આકાર પણ બગડવા લાગે છે. શરીર બેડોળ થતું જાય છે અને ત્વચા પર કરચલીઓ પણ દેખાય છે. તો સાથે શરીરમાં નબળાિ પણ આવે છે. 50 વર્ષની ઉંમર પછી, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને પહેલાની જેમ ફિટ રહેવું એક પડકાર બની જાય છે. જેની પાછળ ઘણા કારણો જવાબદાર હોય છે. જો કે તેનું મુખ્ય કારણ પાચન ક્રિયા છે. ઉંમરની સાથે સાથે પાચન ક્રિયા નબળી થતી જાય છે. એક સંશોધન પ્રમાણે દર દાયકાામાં પાચન ક્રિયા 5 ટકા ઘટે છે. જેના કારણે શરીરનો આકાર બગડવાથી લઇને ચ્વચા પર કરચલીઓ પણ પડે છે. ત્યારે આજે અમે તમને એવા પાંચ ઉપાયો જણાવીશું કે જેનાથી તમેે 50ની ઉંમર પછી પણ સુપર ફિટટ રહી શકશો.
બ્રેકફાસ્ટ-
જાણીતા ડાયેટિશિયન પાની લૌરીયર કહે છે કે નાસ્તો ન લેવાથી વ્યક્તિનું વજન ઘટાડવાનું લક્ષ્ય બગડી શકે છે. વૃદ્ધાવસ્તાાની સાથે સાથે શરીરમાં પ્રોટીનની ઉણપ સર્જાય છે. જે આપણી પાચન ક્રિયા અને સમગ્ર સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. દરરોજ નાસ્તો કરવાથી આપણા શરીરને પૂરતું પ્રોટીન મળે છે. તેથી નાસ્તો કરવાનું ભૂલશો નહીં અને સવારના નાસ્તામાં મોટાભાગે ફાઇબર, પ્રોટીન અને ઓછી ખાંડવાળી વસ્તુઓનો સમાવેશ કરો.
પ્રોસેસ્ડ ફૂડ
નિષ્ણાતોનું કહેવું છે કે વૃદ્ધો માટે પ્રોસેસ્ડ ફૂડ ખૂબ જ નુકસાનકારક છે, કારણ કે ખાંડ, બિનઆરોગ્યપ્રદ ચરબી અને વધુ પડતું મીઠું હોય છે. આવી બાબતોને અવગણીને તમે ઝડપથી કેલરી ઘટાડી શકો છો. આ બધી બાબતો તમને 50 પછી પુનઃઆકારમાં લાવવામાં ખૂબ આગળ વધશે. ન્યુટ્રિશન જર્નલમાં પ્રકાશિત થયેલા એક રિપોર્ટ અનુસાર પ્રોસેસ્ડ ફૂડ માત્ર વજન વધારવા માટે જ જવાબદાર નથી પરંતુ તે હાઈપરટેન્શન, કોરોનરી હાર્ટ ડિસીઝ અને કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝને પણ પ્રોત્સાહન આપે છે.
ફળો અને શાકભાજી
તમારા આહારમાં તાજા ફળો અને શાકભાજીનો સમાવેશ કરવો ખૂબ જ જરૂરી છે. તાજા ફળો અને શાકભાજી 50 પછી વજન ઘટાડવામાં ખૂબ અસરકારક સાબિત થાય છે. ઓછા કાર્બોહાઇડ્રેટ્સ અને વધારે ફાઇબરવાળા ખોરાક આપણી ભૂખને લાંબા સમય સુધી દૂર રાખે છે. કેટલાક નિષ્ણાંતો કહે છે કે ફળો અને શાકભાજીનો રસ પીવાને બદલે તેને આખું ખાવાથી શરીરને વધુ ફાયદો થાય છે.
હેલ્ધી સ્નેક્સ
જાણીતા ડાયેટિશિયન બ્લેન્કા ગાર્સિયા લોકોને હેલ્ધી સ્નેક્સ અને પ્લાન્ટ આધારિત પ્રોટીન ખાવાની સલાહ આપે છે. બદામ, બીજ અને કઠોળ જેવા છોડ આધારિત નાસ્તો ખાવાથી પ્રાણી પ્રોટીનનો વપરાશ ઓછો થાય છે. જે શરીરના કોલેસ્ટ્રોલ અને બળતરા પ્રતિભાવમાં ઘટાડા તરફ દોરી જાય છે. મોટી ઉંમરના લોકોએ તેમના આહારમાં આ હેલ્ધી સ્નેક્સનો સમાવેશ કરવો જ જોઈએ.