23

આપણા શરીરની રચના કુદરતે વિવિધ અંગોથી ઘડી છે. અને આ દરેક અંગોમાંથી એક અંગમાં ખામી સર્જાય, તો..તો જાણે પત્યું જ સમજો! એટલે આપણે આપણા સ્વાસ્થ્યની માવજત કરવી ખૂબ જ જરૂરી છે. ત્યારે ચાલો આજે જણાવીએ આપણા શરીર વિશે એક એવી વાત જે હકીકત જાણીને આશ્ચર્ય ચોક્કસથી થશે!
રાત્રે જો મોડા સુધી જાગવાની ટેવ હોય તો આજથી જ ચેતા જજો, અને 11 વાગ્યે સુવાની આદત પાડવા લાગજો…
રાત્રે 11 વાગ્યે કેમ સૂઈ જવું?
રાત્રે 11 થી 3 સુધી લોહીનો મહત્તમ પ્રવાહ લીવર તરફ હોય છે. આ સમયે શરીર લીવરની મદદથી વિષ-રહિત થવાની પ્રક્રિયામાંથી પસાર થાય છે. તેનો આકાર મોટો થઈ જાય છે. પણ આ પ્રક્રિયા ગાઢ નિદ્રામાં પહોંચો પછી જ શરૂ થાય છે.
રાત્રે 11 વાગ્યે આ પ્રક્રિયા શરૂ થાય, તો જ શરીરને વિષમુક્ત થવા પુરા 4 કલાક મળે.
- હવે જો તમે 12 વાગ્યે ગાઢ નિંદ્રાની પહોંચો તો શરીરને માત્ર 3 કલાક જ મળે.
- જો 1 વાગે ગાઢ નિંદ્રાની અવસ્થામાં પહોંચો તો તમારા શરીર ને 2 કલાક જ મળે.
- જ્યાં 4 કલાકની તાતી જરૂર હોય ત્યાં ઓછા કલાક મળવાથી શરીર વિષયુક્ત રોગોનું ઘર બનતું જાય છે.
થોડું વિચારો- જ્યારે પણ મોડી રાત સુધી જાગ્યા હોવ, ત્યારે ગમે તેટલા કલાક ઊંઘો પણ શરીર બીજે દિવસે થાકેલું જ લાગશે.
- શરીરને વિષમુક્ત થવા પૂરતો સમય ના આપીને, અનેક ક્રિયાઓમાં તમે અજાણતાં જ અવરોધ ઉત્પન્ન કરો છો.
આ કુદરતે શરીર માટે બનાવેલી આરોગ્ય ઘડિયાળ છે. જેને અનુસરવાથી ચીતા સુધી ચાલતા જઈ શકાય.
હવે તમે પૂછશો કે ક્યારેક કોઈ કાર્ય મોડી રાત સુધી કરવું પડે તો શું કરવાનું?
પણ તે જ કામ રાત્રે વહેલા સૂઈને, સવારે જલ્દી ઉઠીને પણ થઈ જ શકે ને!