એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીને પહેલા જીવતી સળગાવી, પકડાયા બાદ લાગ્યો હસવા, Video
મંગળવાર 23 ઓગસ્ટના રોજ એક 12માં ધોરણમાં ભણતી વિદ્યાર્થીની (અંકિતા)ને પેટ્રોલ છાંટીને સળગાવી દેવાનો મામલો સામે આવ્યો હતો. ઝારખંડની આ દીકરી ગઇ કાલે એટલે કે રવિવારે (28 ઓગસ્ટ) રાંચીમાં અંતિમ શ્વાસ લીધો હતો. તેણે સતત 5 દિવસ મોત સાથે લડત લડી પરંતુ અંતે તે હારી ગઇ. મળી રહેલી માહિતી અનુસાર, 23 ઓગસ્ટના રોજ પડોશમાં રહેતા શાહરૂખે ઝારખંડની દીકરીને પેટ્રોલ નાખીને આગ લગાવી દીધી હતી, ત્યારબાદ પીડિતા à
મંગળવાર 23 ઓગસ્ટના રોજ એક 12માં ધોરણમાં ભણતી વિદ્યાર્થીની (અંકિતા)ને પેટ્રોલ છાંટીને સળગાવી દેવાનો મામલો સામે આવ્યો હતો. ઝારખંડની આ દીકરી ગઇ કાલે એટલે કે રવિવારે (28 ઓગસ્ટ) રાંચીમાં અંતિમ શ્વાસ લીધો હતો. તેણે સતત 5 દિવસ મોત સાથે લડત લડી પરંતુ અંતે તે હારી ગઇ. મળી રહેલી માહિતી અનુસાર, 23 ઓગસ્ટના રોજ પડોશમાં રહેતા શાહરૂખે ઝારખંડની દીકરીને પેટ્રોલ નાખીને આગ લગાવી દીધી હતી, ત્યારબાદ પીડિતા મોત સાથે લડતી રહી, અને અંતે મોતને ભેટી હતી. આ કેસમાં આરોપી શાહરૂખ સહિત બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આપણા દેશમાં એક તરફી પ્રેમમાં પાગલ થઇને પોતાનો જીવ આપનારા ઘણા લોકોને તમે જોયા જ હશે. વળી એવા લોકો પણ છે કે જેને પોતાનો પ્રેમ મળતો નથી તો તે તેના જ પ્રેમને નુકસાન અથવા કોઇને કોઇ હાની પહોંચાડે છે. આવું જ કંઇક ઝારખંડમાં બનાવ બન્યો હતો. જ્યા એક 12મા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીને એક શાહરૂખ નામનો શખ્સ ખૂબ પસંદ કરતો હતો. આરોપ છે કે, શાહરૂખ એકતરફી પ્રેમમાં પાગલ થઈ ગયો હતો અને તે યુવતીને ઘણી વખત હેરાન પરેશાન કરતો હતો. આ ઘટનાને પગલે વિસ્તારમાં માહોલ ખરાબ થઇ રહ્યો છે અને બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ અને કાર્યકરોએ આજે દુમકા બજારમાં બંધ અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓએ શાહરૂખ વિરુદ્ધ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની માંગ કરી છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે દુમકા શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. આ કેસમાં સૌથી અજીબ વાત જો કહી શકાય તો તે એ છે કે, શાહરુખ કે જેણે અંકિતાને જીવતી જ સળગાવી દીધી હતી તેને આ કૃત્ય કર્યા બાદ જરા પણ અફસોસ નથી. જીહા, આજે સામે આવેલા એક વિડીયોમાં તે હસતો જોવા મળી રહ્યો હતો.
Advertisement
આ દરમિયાન અંકિતાના હત્યારાનો એક વિડીયો પણ સામે આવ્યો છે. આ વિડીયોમાં શાહરૂખ પોલીસ કસ્ટડીમાં હસતો જોવા મળી રહ્યો છે. વિડીયોને જોઈને એવું લાગી રહ્યું છે કે શાહરૂખને પોતાની હરકતો પર જરા પણ પસ્તાવો નથી. તેના હાથમાં સાંકળો છે અને તે કેટલાક પોલીસકર્મીઓથી ઘેરાયેલો છે. તેમ છતાં તેનું બેશરમ હાસ્ય કેમેરામાં કેદ થઈ ગયું છે. વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે, જ્યારે પોલીસ તેને પોતાની કારમાં બેસાડવા લઈ જઈ રહી હતી ત્યારે તે હસી રહ્યો હતો. આ પછી તે પોલીસની ગાડીમાં બેસીને પણ હસતો જોવા મળ્યો હતો. આ વિડીયોમાં તે તેના ગાલ અને ચહેરા પર હાથ ફેરવતો પણ જોવા મળે છે.
ઝારખંડના દુમકામાં અંકિતા મર્ડર કેસને લઈને તણાવનું વાતાવરણ સર્જાયું છે. એકતરફી પ્રેમમાં શાહરૂખ નામના છોકરાએ સગીર છોકરીને પેટ્રોલ છાંટીને જીવતી સળગાવી દીધી છે. આ કોઈ અચાનક કરવામાં આવેલું કૃત્ય નથી, પરંતુ બે વર્ષથી શાહરૂખ અંકિતા માટે 'ખતરો' બની ગયો હતો. 90 ટકા દાઝી ગયેલી અંકિતાએ મેજિસ્ટ્રેટ સમક્ષ આપેલા નિવેદનમાં કહ્યું હતું કે, શાહરૂખ લગભગ બે વર્ષ સુધી અંકિતાની પાછળ પડ્યો હતો. તેના મૃત્યુના પાંચ દિવસ પહેલા ફૂલ ઝાનો મેડિકલ કોલેજ હોસ્પિટલમાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને આપેલા નિવેદનમાં અંકિતાએ કહ્યું હતું કે, શાહરૂખે તેના એક મિત્ર પાસેથી મોબાઈલ નંબર લીધો હતો અને તે વારંવાર ફોન કરતો હતો અને મિત્રતા માટે દબાણ કરતો હતો. જ્યારે અંકિતાને તેની સાથે વાત કરવાનું પણ પસંદ ન હતું.
અંકિતાને ડરાવવા માટે શાહરૂખે તેને ફોન કર્યો હતો અને જો વાત નહીં કરે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. થોડા દિવસો પહેલા જ્યારે તે પોતાના ઘરે સૂતી હતી ત્યારે શાહરૂખે તેના પર પેટ્રોલ નાખીને આગ ચાંપી દીધી હતી. આ ઘટનાને અંજામ આપ્યા બાદ શાહરૂખ ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે દાઝી ગયેલી અંકિતાને રાંચીના રિમ્સમાં દાખલ કરવામાં આવી હતી. લગભગ 5 દિવસ સુધી જીવન સામે લડ્યા બાદ અંકિતાનું મોત થયું હતું. સોમવારે અંકિતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંકિતાના મોતથી દુમકામાં લોકો ખૂબ જ ગુસ્સે છે. શાહરૂખ સામે વહેલી તકે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. અંકિતાને ગંભીર હાલતમાં રાંચીના રિમ્સમાં દાખલ કરવામાં આવી હતી. લગભગ 5 દિવસ સુધી જીવન સામે લડ્યા બાદ અંકિતાનું મોત થયું હતું. સોમવારે અંકિતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંકિતના મોતથી દુમકામાં લોકો ગુસ્સે છે. શાહરૂખ સામે વહેલી તકે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો - મહિલાએ ઝોમેટો ડિલિવરી બોયને ઝુડ્યો, વીડિયો થયો વાયરલ