
દેશમાં અત્યારે પાંચ રાજ્યોમાં ચૂંટણી ચાલી રહી છે ત્યારે ચૂંટણી પહેલા રિસામણાં- મનામણાં અને પક્ષ પલટાની
જાણે સિઝન જ ચાલુ થઈ જતી હોય છે ત્યારે સાંપ્રદ સમયમાં ચૂંટણીના ગરમાવો વચ્ચે નેતાઓની પાર્ટી બદલવાની
કવાયત ચાલી રહી છે. ઉત્તર પ્રદેશ, ગોવા, ઉત્તરાખંડ
અને ત્રિપુરા બાદ હવે પંજાબમાં પણ આ પ્રક્રિયા શરૂ થઈ ગઈ
છે. આ દરમિયાન પંજાબમાં ‘આયા રામ ગયા રામ’ જેવો ચર્ચાસ્પદ કિસ્સો
સામે આવ્યો છે.
પંજાબ કોંગ્રેસના ધારાસભ્યએ 46 દિવસમાં ત્રીજી વખત પક્ષ બદલી નાખ્યો
છે. પંજાબ કોંગ્રેસનાં હરગોવિદપુરના ધારાસભ્ય બલવિંદર સિંહ લડ્ડી શુક્રવારે કોંગ્રેસ
છોડીને ભાજપમાં જોડાયા છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગ અને નેતા ફતેહ જંગ
સિંહને બલવિંદરનીને આવકાર્યા છે અને ભાજપમાં જોડાવાની વાતને ‘ઘર વાપસી’ ગણાવી હતી.
આટલા બદલ્યા પક્ષ
કોંગ્રેસ સાથેના અણબનાવ પછી, લડ્ડીએ કોંગ્રેસ છોડીને 28 ડિસેમ્બર 2021ના રોજ ભાજપમાં જોડાયા હતા,જેના 6 દિવસ બાદ જાન્યુઆરીમાં
તેઓ પોતાનો વિચાર બદલીને ફરી કોંગ્રેસમાં જોડાયા. આ પછી, 11 ફેબ્રુઆરીએ, તેમણે ફરીથી કોંગ્રેસ છોડીને ભાજપ સાથે
જવાનો નિર્ણય કર્યો.
કોણ
છે બલવિંદર સિંહ લડ્ડી?
બલવિંદર સિંહ લડ્ડી વ્યવસાયે બિઝનેસમેન છે. તેમનો જન્મ 1972માં પંજાબના બટાલામાં થયો હતો.
બલવિંદર સિંહ લડ્ડીને શરૂઆતથી જ રાજકારણમાં રસ હતો. તેથી તેમણે 2012માં શ્રી હરગોબિંદપુરથી વિધાનસભાની
ચૂંટણી લડી હતી. પરંતુ તેઓ શિરોમણી અકાલી દળના ઉમેદવાર દાસરાજ ધુગ્ગાએ હરાવ્યા
હતા. આ પછી, તેઓ 2017 વિધાનસભા ચૂંટણી જીત્યા અને પ્રથમ વખત
ધારાસભ્ય બન્યા.