30

વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઈન્ડેક્સમાં ભારત 142માં ક્રમે છે. કાશ્મીર પ્રેસ ક્લબને રદ્દ કર્યા બાદ કેન્દ્ર સરકારે સંસદમાં વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઈન્ડેક્સમાં ભારતના 142મા રેન્કની વાતને પણ ફગાવી દીધી છે. આ રેન્કિંગ ઇન્ટરનેશનલ નોન-પ્રોફિટ રિપોર્ટર્સ દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું. કોંગ્રેસના મનીષ તિવારીના પ્રશ્નના જવાબમાં ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે કહ્યું, “આ રેન્કિંગ એનજીઓ દ્વારા બહાર પાડવામાં આવે છે. સરકાર આ રેન્કિંગ અને વિચારને સ્વીકારતી નથી. સંસ્થાએ આપેલી જગ્યા પણ યોગ્ય નથી. આ તેમનો અભિપ્રાય છે”
ગૃહ મંત્રાલયે પણ આ રેન્કિંગને નકારવાનું કારણ આપ્યું હતું. સંસદમાં ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું, “તેના નમૂનાનું કદ પણ ખૂબ નાનું હતું. આ સિવાય લોકશાહીની મૂળભૂત બાબતોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું નથી. સંશોધનની પદ્ધતિ પણ પ્રશ્નના ઘેરામાં છે અને તેમાં પારદર્શિતા નથી”
તિવારીએ સરકારને સવાલ કર્યો હતો કે, “શું કેન્દ્રને ખબર છે કે રાજ્ય વિભાગે પ્રેસ ક્લબનો કબજો લઈ લીધો છે?” આ પછી નિત્યાનંદ રાયે કહ્યું કે, “કાશ્મીર પ્રેસ ક્લબના નામે કોઈ રજિસ્ટર્ડ બોડી નથી”. તેમણે કહ્યું કે, “કાશ્મીર પ્રેસ ક્લબ સોસાયટી રજીસ્ટ્રેશન એક્ટ 1860 હેઠળ રજીસ્ટર પણ નથી”
રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ દ્વારા 2021 માટે પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો હતો. આમાં ભારત 142મા ક્રમે હતું. અને સાથે જણાવાયું છે કે, પત્રકરોને અહીં કામ કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ભારત ઉપરાંત બ્રાઝિલ, મેક્સિકો અને રશિયાને પણ આ કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે.