Download Apps
Home » યુદ્ધના ભણકારા વચ્ચે તમામ ભારતીયોને વહેલી તકે યુક્રેન છોડવા ભારતીય દૂતાવાસે આપી સલાહ

યુદ્ધના ભણકારા વચ્ચે તમામ ભારતીયોને વહેલી તકે યુક્રેન છોડવા ભારતીય દૂતાવાસે આપી સલાહ

છેલ્લા ઘણા સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. અમેરિકા દ્નારા સતત એવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે રશિયા ગમે ત્યારે યુક્રેન પર હુમલો કરી શકે છે. રશિયાએ યુક્રેન સરહદે પોતાના દોઢ લાખ સૈનિકો અને શસ્ત્ર સરંજામ ખડક્યો હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. આવી સ્થિમાં દુનિયા પર સતત ત્રીજા વિશ્વયુદ્ધનું જોખમ તોળાઇ રહ્યું છે. તેવામાં અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે કે યુક્રેનની રાજધાની કીવમાં આવેલા ભારતીય દૂતાવાસ દ્નારા ત્યાં રહેતા ભારતીયો માટે એક નિર્દેશિકા જાહેર કરવામાં આવી છે.


યુક્રેનના ભાારતીય દૂતાવાસની નિર્દેશિકા
યુક્રેનની ભારતીય એમ્બેસી દ્વારા જાહેર કરવામાં આવેલી નિર્દેશિકામાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને યુક્રેનમાં રહેતા તમામ ભારતીય વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને વહેલી તકે યુક્રેન છોડી દેવાની સલાહ આપી છે. સાથે જ ભારતીય દૂતાવાસ દ્વારા કહેવામાં આવ્યું છે કે તેઓ કોમર્શિયલ ફ્લાઇટ અથવા તો ચાર્ટડ ફ્લાઇટની વ્યવસ્થા કરશે. ભારતીય વિદ્યાર્થીઓને એવી સલાહ આપવામાં આવી છે કે તેઓ ચાર્ટડ ફ્લાઇટના પોતાના કોન્ટ્રાક્ટર સાથે સતત સંપર્કમાં રહે. સાથે જ ભારતીય દૂતાવાસના ફેસબૂક, વેબસાઇટ અને ટ્વિટર પર આવતી અપડેટથી માહિતગર રહે.

18 હજાર ભાારતીય વિદ્યાર્થીઓ ફસાયા
ઉલ્લેખનીય છે કે વર્તમાન સમયે યુક્રેનની અંદર 18 હજાર જેટલા ભારતીય વિદ્યાર્થીઓ ફસાયેલા છે. જેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ ત્યાં મેડિકલના અભ્યાસ માટે ગયા છે. આ તમામ લોકોએ સરકાર પાસે મદદ માંગી છે. આ બધા વચ્ચે સિવિલ એવિએશન મંત્રાલય દ્વારા ભારત અને યુક્રેન વચ્ચેની ફ્લાઇટો પર લાગેલો પ્રતિબંધ પણ દૂર કરવામાં આવ્યો છે. તો બે દિવસ પહેલા એવા પણ સમાચાર આવ્યા હતા કે એર ઇન્ડિયા દ્વારા યુક્રેનમાં ફસાયલા ભારતીયોને પરત લાવવામાં આવશે. જેના માટે ફ્લાઇટનું શિડ્યુલ પણ નકકી  થઇ ગયું છે. આ તમામ પરિસ્થિતઓ વચ્ચે આજે યુક્રેનમાં ભારતીય એમ્બેસી દ્વારા નવી નિર્દેશિકા જાહેર કરવામાં આવી છે અને તમામ ભારતીયોને વહેલી તકે યુક્રેન છોડવા સલાહ આપી છે.

ભારતના લોકો માટે વિદેશ મંત્રાલયે કંટ્રોલ રુમ શરુ કર્યો
આ અગાઉ ભારતીય વિદેશ મંત્રાલયે એક કંટ્રોલ રૂમ તૈયાર કરીને યુક્રેનમાં ફસાયેલા લોકો માટે સંપર્ક નંબર પણ જાહેર કર્યા છે. જો કોઈને યુક્રેનમાં તેમના સંબંધીઓ વિશે કોઈ મદદ અથવા માહિતીની જરૂર હોય, તો તેઓ હેલ્પલાઈન નંબર 011-23012113, 011-23014104 અને 011-23017905 પર ફોન કરી શકે છે. આ સિવાય ટોલ ફ્રી નંબર 1800118797 પર પણ ફોન કરીને માહિતિ મેળવી શકાશે.  આ સિવાય એક ફેક્સ નંબર  011-23088124 અને ઈમેલ આઈડી situationroom@mea.gov.in પણ ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.

યુક્રેનમાં ફસાયેલા લોકો માટે હેલ્પલાઇન નંબર
તો યુક્રેનથી ભારત આવવાનો પ્રયાસ કરી રહેલા લોકો માટે ભારતીય દૂતાવાસના હેલ્પલાઇન નંબરો +380 997300428, +380 99730483 અને ઇમેઇલ આઈડી cons1.kyiv@mea.gov.in પર સંપર્ક કરી શકાશે. ફ્લાઇટ સહિતની તમામ માહિતી આ હેલ્પલાઇન દ્વારા મળી જશે. ઉપરાંત આ તમામ હેલ્પ લાઇન 24 કલાક શરુ રહેશે.
મલાઇકા અરોરાએ કરાવ્યું બોલ્ડ ફોટો શૂટ
મલાઇકા અરોરાએ કરાવ્યું બોલ્ડ ફોટો શૂટ
By Vipul Pandya
ગણપતિ બાપ્પાને ભુલથી પણ આ ચીજો ના ધરાવતા..!
ગણપતિ બાપ્પાને ભુલથી પણ આ ચીજો ના ધરાવતા..!
By Vipul Pandya
શું તમે જાણો છો આ ગામમાં 800 વર્ષથી રક્ષાબંધનની ઉજવણી થઇ નથી
શું તમે જાણો છો આ ગામમાં 800 વર્ષથી રક્ષાબંધનની ઉજવણી થઇ નથી
By Vipul Pandya
તમે જાણો છો એક શખ્સના અર્થિ છે ચંદ્ર પર..!
તમે જાણો છો એક શખ્સના અર્થિ છે ચંદ્ર પર..!
By Vipul Pandya
સાઉથની એક્ટ્રેસ પ્રજ્ઞાએ વનપીસમાં બતાવી કાતિલ અદાઓ
સાઉથની એક્ટ્રેસ પ્રજ્ઞાએ વનપીસમાં બતાવી કાતિલ અદાઓ
By Hiren Dave
ગુરદાસપુરના લોકો સન્ની દેઓલથી કેમ નારાજ છે ?
ગુરદાસપુરના લોકો સન્ની દેઓલથી કેમ નારાજ છે ?
By Vishal Dave
દુનિયાના સૌથી મોટા રણ સહરામાં છેલ્લા 41 વર્ષમાં પાંચમીવાર હિમવર્ષા થઇ છે
દુનિયાના સૌથી મોટા રણ સહરામાં છેલ્લા 41 વર્ષમાં પાંચમીવાર હિમવર્ષા થઇ છે
By Vishal Dave
લાલ કિલ્લા પર આજે ધ્વજ ફરક્યો કે ધ્વજારોહણ થયું ?
લાલ કિલ્લા પર આજે ધ્વજ ફરક્યો કે ધ્વજારોહણ થયું ?
By Vipul Pandya
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
મલાઇકા અરોરાએ કરાવ્યું બોલ્ડ ફોટો શૂટ ગણપતિ બાપ્પાને ભુલથી પણ આ ચીજો ના ધરાવતા..! શું તમે જાણો છો આ ગામમાં 800 વર્ષથી રક્ષાબંધનની ઉજવણી થઇ નથી તમે જાણો છો એક શખ્સના અર્થિ છે ચંદ્ર પર..! સાઉથની એક્ટ્રેસ પ્રજ્ઞાએ વનપીસમાં બતાવી કાતિલ અદાઓ ગુરદાસપુરના લોકો સન્ની દેઓલથી કેમ નારાજ છે ? દુનિયાના સૌથી મોટા રણ સહરામાં છેલ્લા 41 વર્ષમાં પાંચમીવાર હિમવર્ષા થઇ છે લાલ કિલ્લા પર આજે ધ્વજ ફરક્યો કે ધ્વજારોહણ થયું ?