જ્ઞાનવાપી કેસમાં સુપ્રીમ કોર્ટમાં વધુ એક અરજી, વારાણસી કોર્ટમાં સુનાવણી
દેશના બહુચર્ચિત જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં સુપ્રીમ કોર્ટમાં વધુ એક અરજી દાખલ કરાઇ છે જયારે આ મામલામાં વારાણસીની જીલ્લા અદાલતમાં સુનાવણી શરુ થશે. ભાજપના નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાયે સુપ્રીમ કોર્ટમાં નવી અરજી દાખલ કરી છે. તેમનું કહેવું છે કે વર્શીપ એક્ટ કાશી વિશ્વનાથ મંદિર પર લાગૂ પડતો નથી. તેમણે એમ પણ કહ્યું છે કે જ્ઞાનવાપી મસ્જિદ ઇસ્લામના સિદ્ધાંત મુજબ બની નથી.જ્ઞાનવાપી માàª
દેશના બહુચર્ચિત જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં સુપ્રીમ કોર્ટમાં વધુ એક અરજી દાખલ કરાઇ છે જયારે આ મામલામાં વારાણસીની જીલ્લા અદાલતમાં સુનાવણી શરુ થશે.
ભાજપના નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાયે સુપ્રીમ કોર્ટમાં નવી અરજી દાખલ કરી છે. તેમનું કહેવું છે કે વર્શીપ એક્ટ કાશી વિશ્વનાથ મંદિર પર લાગૂ પડતો નથી. તેમણે એમ પણ કહ્યું છે કે જ્ઞાનવાપી મસ્જિદ ઇસ્લામના સિદ્ધાંત મુજબ બની નથી.
જ્ઞાનવાપી મામલામાં આજે અલગ અલગ માંગો પર સુનાવણી થવાની છે જેમાં હિન્દુ પક્ષ તરફથી શ્રુંગાર ગૌરીની રોજ પૂજા કરવાની માગ, વજૂખાનામાં મળેલા શિવલીંગની પૂજાની માગ, નંદીના ઉત્તરમાં રહેલી દિવાલ તોડી કાટમાળ હટાવાની માગ, શિવલીંગની લંબાઇ તથા પહોળાઇ જાણવા માટે સર્વેની માગ અને વજૂખાનામાં વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માગ કરાઇ છે.
તો બીજી તરફ મુસ્લીમ પક્ષ દ્વારા વજૂખાનાને સીલ કરવાનો વિરોધ તથા 1991ના એક્ટ મુજબ જ્ઞાનવાપી સર્વે અને કેસ પર સવાલ કરાયા છે.
જ્ઞાનવાપી મામલાની સુનાવણી ડોક્ટર અજય કૃષ્ણા વિશ્વેશા કરશે. તે બનારસના ડિસ્ટ્રીક્ટ અને સેસન્સ જજ છે. તેઓ ઉત્તરાખંડના હરિદ્વારના નિવાસી છે અને તેમનો પરિવાર હરિયાણાના કુરુક્ષેત્રમાં રહે છે. તેમણે પૌડી ગઢવાલથી પોતાની કેરિયરની શરુઆત કરી હતી.
તેમનો લાંબો અનુંભવ છે અને 30 જેટલા અલગ અલગ ન્યાયીક પદો પર રહ્યા છે. આ પહેલા તે બુલંદ શહેર જીલ્લાના ડિસ્ટ્રીકટ જજ રહી ચુક્યા છે અને સ્પેશયલ ઓફિસર વિજીલન્સ અલાહાબાદ હાઇકોર્ટ પણ રહી ચૂકયા છે. તેઓ 2024માં નિવૃત્ત થશે.
Advertisement