આર્યન ખાનને રાહત, NCBએ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ક્લીનચીટ આપી
NCBએ આજે આર્યન ખાનને ક્રૂઝ ડ્રગ્સ કેસ મામલે ક્લીનચીટ આપી છે. આજે ક્રુઝ ડ્રગ્સ કેસમાં અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનને મોટી રાહત મળી છે. NCB દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં આર્યન ખાનનું નામ સામેલ નથી. એનડીપીએસ કોર્ટમાં આજે ચાર્જશીટ રજૂ કરીનાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ ક્લીનચીટ આપી હોવાના અહેવાલ છે. આર્યન ખાન સામે ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. NCB દ્વારા દાખલ કરવામાં આવેàª
NCBએ આજે આર્યન ખાનને ક્રૂઝ ડ્રગ્સ કેસ મામલે ક્લીનચીટ આપી છે. આજે ક્રુઝ ડ્રગ્સ કેસમાં અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનને મોટી રાહત મળી છે. NCB દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં આર્યન ખાનનું નામ સામેલ નથી.
એનડીપીએસ કોર્ટમાં આજે ચાર્જશીટ રજૂ કરી
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ ક્લીનચીટ આપી હોવાના અહેવાલ છે. આર્યન ખાન સામે ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. NCB દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં આર્યન ખાનનું નામ સામેલ નથી. મુંબઈના બહુ ચર્ચિત ક્રૂઝ ડ્રગ્સ કેસમાં બોલિવૂડના કિંગ શાહરૂખ ખાનના પુત્ર આર્યનને મોટી રાહત મળી છે. આર્યન ખાનને કોર્ટમાંથી ક્લીનચીટ મળી છે. નાર્કોટિક કંટ્રોલ બ્યુરો (NCB)એ શુક્રવારે એનડીપીએસ કોર્ટમાં આજે ચાર્જશીટ રજૂ કરી હતી, દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં આર્યન ખાનનું નામ સામેલ નથી. ડ્રગ્સના કેસમાં આર્યન સામે કોઈ પુરાવા મળ્યા નથી.
NCBના અધિકારીઓ સામે ખાતાકીય તપાસ શરૂ થઈ શકે
એનસીબીના ડીજી એસએન પ્રધાને સ્વીકાર્યું છે કે સમીર વાનખેડે અને તેમની ટીમે આ મામલે ભૂલ કરી છે. વાસ્તવમાં, તે સમયે સમીર વાનખેડે આ કેસમાં તપાસ અધિકારી હતા. ડીજીએસએન પ્રધાને કહ્યું કે જો પ્રથમ તપાસ ટીમની ભૂલ ન હતી તો એસઆઈટી શા માટે તપાસ સંભાળતું? કેટલીક ખામીઓ હતી, ત્યારે જ SITએ કેસ લીધો. જ્યારે NCB ડીજીને પૂછવામાં આવ્યું કે જે 6 લોકો સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી નથી, તેઓની વધુ તપાસ થશે? તેના પર ડીજીએ કહ્યું કે, આ તપાસનો વિષય છે. જો કોઈ પુરાવા મળશે તો કેસ ફરીથી ખોલી શકાય છે. એટલું જ નહીં, NCB ડીજીએ સંકેત આપ્યો છે કે દરોડા અને તપાસ દરમિયાન કોઇ ચૂક થઇ હતી, ક્રુઝ પર NCBના અધિકારીઓ સામે ખાતાકીય તપાસ શરૂ થઈ શકે છે.
શું છે કેસ
2 ઓક્ટોબરે NCB દ્વારા ક્રૂઝ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં આર્યન ખાન સહિત કુલ 19 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં સ્થળ પરથી 6 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તમામ આરોપીઓ અલગ-અલગ સમયે જામીન પર બહાર આવ્યા હતાં. આ કેસમાં માત્ર એક જ આરોપી હાલ જેલમાં છે. આ કેસમાં આર્યન ખાનને ત્રણ અઠવાડિયાથી વધુ સમય સુધી જેલમાં રહેવું પડ્યું હતું. આર્યન ખાનની મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ઓક્ટોબર 2021ની શરૂઆતમાં ધરપકડ કરવામાં આવી હતી. ઘણી અદાલતી સુનાવણી, અને 26 દિવસની લાંબી કસ્ટડી પછી, બોમ્બે હાઈકોર્ટે 28 ઓક્ટોબરે તેને જામીન આપ્યા હતા. હવે આખરે તેને NCB તરફથી ક્લીનચીટ મળી ગઈ છે.
Advertisement