રાહુલે CBSE પર પ્રહાર કરી RSS પર શું નિશાન સાધ્યું ? જાણો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ CBSE ને સોમવારે સેન્ટ્રલ બોર્ડ ઓફ સપ્રેસીંગ એજયુકેશન ગણાવ્યું હતું. તેમણે અભ્યાસક્રમમાં કરાયેલા ફેરફાર પાછળ RSS નિશાન સાધ્યુ હતું. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ CBSEને સેન્ટ્રલ બોર્ડ ઓફ સપ્રેસિંગ એજયુકેશન ગણાવ્યું હતું. તેમની આ ટીપ્પણી સીબીએસઇ દ્વારા ધોરણ 10 ધોરણ 12માં ઇતિહાસ અને રાજનીતિ વિજ્ઞાનના અભ્યાસક્રમમાંથી ઘણા ચેપ્ટર હટાવ્યા બાદ આવી છે. તે
Advertisement
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ CBSE ને સોમવારે સેન્ટ્રલ બોર્ડ ઓફ સપ્રેસીંગ એજયુકેશન ગણાવ્યું હતું. તેમણે અભ્યાસક્રમમાં કરાયેલા ફેરફાર પાછળ RSS નિશાન સાધ્યુ હતું.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ CBSEને સેન્ટ્રલ બોર્ડ ઓફ સપ્રેસિંગ એજયુકેશન ગણાવ્યું હતું. તેમની આ ટીપ્પણી સીબીએસઇ દ્વારા ધોરણ 10 ધોરણ 12માં ઇતિહાસ અને રાજનીતિ વિજ્ઞાનના અભ્યાસક્રમમાંથી ઘણા ચેપ્ટર હટાવ્યા બાદ આવી છે. તેમણે અભ્યાસક્રમમાં કરાયેલા ફેરફાર પાછળ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર નિશાન સાધ્યું હતું અને તેને રાષ્ટ્રીય શિક્ષા શ્રેડર ગણાવ્યું હતું.
રાહુલ ગાંધીએ સોમવારે ટ્વીટ કરીને રાષ્ટ્રીય શિક્ષા શ્રેડર લખ્યું હતું અને સાથે ફોટો પોસ્ટ કરીને જણાવ્યું હતું કે શ્રેડીંગ મશીન લોકશાહી અને વિવિધતા, કૃષિ પર વૈશ્વિકરણનો પ્રભાવ, ગુટનિરપેક્ષ આંદોલન, મુગલ દરબાર, ઔધ્યોગીક ક્રાંતિ તથા ફૈજની કવિતા અને રોજગાર ઉપરાંત સામ્પ્રદાયીક સૌહાર્દ તથા સંસ્થાઓની આઝાદી જેવા મુદ્દા કાપી રહી છે.
ઉલ્લેખનિય છે કે સીબીએસઇએ સત્ર 2022-23ના અભ્યાસક્રમોમાં મોટો ફેરફાર કર્યો છે. બોર્ડે ધોરણ 11 અને 12ના ઇતિહાસ, રાજનીતિ વિજ્ઞાન પાઠયક્રમમાંથી ગુટનિરપેક્ષ આંદોલન, શીત યુદ્દનો સમય, આફ્રીકી એશિયાઇ ક્ષેત્રોમાં ઇસ્લામી સામ્રાજયનો ઉદય તથા મુગલ દરબારોનો ઇતિહાસ તથા ઔધ્યોગિક ક્રાંતિ સંબંધીત ચેપ્ટરો હટાવાયા છે. તે જ રીતે ધોરણ 10માં કૃષી પર વૈશ્વિકરણનો પ્રભાવ વિષયને હટાવી દેવાયો છે તથા ધર્મ, સાંપ્રદાયિકતા અને રાજકારણ સાંપ્રદાયિકતા ધર્મનિરપેક્ષ રાજય વિભાગમાંથી ફૈજ અહમદ ફૈજની બે ઉર્દૂ કવિતાના અનુવાદીત અંશોને પણ આ વર્ષે કાઢી નખાયા છે. આ ઉપરાંત લોકશાહિ અને વિવિધતા સંબંધીત ચેપ્ટરને પણ હટાવી દેવાયું છે.
Advertisement


