Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારતે બીજી T20માં શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું, અય્યર પ્લેયર ઓફ ધ મેચ

ભારતે  T20 સિરીઝની  બીજી મેચમાં શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું. આ જીત સાથે ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 2-0થી સિરીઝ કબ્જે કરી છે. ભારત તરફથી શ્રેયસ અય્યરે તોફાની બેટિંગ કરી હતી અને અડધી સદી ફટકારી હતી. જયારે રવિન્દ્ર જાડેજા અને સંજુ સેમસને પણ મહત્વનું યોગદાન આપ્યું હતું. આ મેચ માટે શ્રેયસ અય્યરને 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો.  પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ ભારતને 184 રનનો ટાર્ગેટ આપà«
ભારતે બીજી t20માં શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું  અય્યર પ્લેયર ઓફ ધ મેચ
ભારતે  T20 સિરીઝની  બીજી મેચમાં શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું. આ જીત સાથે ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 2-0થી સિરીઝ કબ્જે કરી છે. ભારત તરફથી શ્રેયસ અય્યરે તોફાની બેટિંગ કરી હતી અને અડધી સદી ફટકારી હતી. જયારે રવિન્દ્ર જાડેજા અને સંજુ સેમસને પણ મહત્વનું યોગદાન આપ્યું હતું. આ મેચ માટે શ્રેયસ અય્યરને 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો.  
પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ ભારતને 184 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જયારે ભારતે 17.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ભારત તરફથી શ્રેયસ અય્યર અને રવિન્દ્ર જાડેજાએ તોફાની ઇનિંગ્સ રમી હતી. અય્યરે 44 બોલમાં અણનમ 74 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 4 છગ્ગા અને 6 ચોગ્ગા સમાવેશ થાય છે. જ્યારે જાડેજાએ 18 બોલમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી અણનમ 45 રન બનાવ્યા હતા. 
ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી ન હતી. કેપ્ટન રોહિત શર્મા માત્ર એક રન બનાવીને આઉટ થયો હતો. ત્યારે ઓપનર ઈશાન કિશન પણ માત્ર 16 રન બનાવી આઉટ થયો હતો ત્યારબાદ  શ્રેયસ અય્યર અને સંજુ સેમસન મેચને સાંભળી હતી. આ બંને ખેલાડીઓએ ભારતીય ટીમના સ્કોરને 100 રનની પાર પહોંચાડી દીધો હતો.  સંજુ સેમસને 25 બોલમાં 3 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી  39 રન બનાવ્યા હતા. 
ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકન ટીમ માટે ઓપનર ખેલાડી પથુમનિસાંકાએ જોરદાર ઇનિંગ રમી હતી. તેણે 53 બોલમાં 11 ચોગ્ગાની મદદથી 75 રન બનાવ્યા હતા. જયારે  કેપ્ટન શનકાએ તોફાની ઇનિંગ રમી હતી. તેમનણે  19 બોલમાં 47 રન બનાવીને અણનમ રહ્યો હતો. ઓપનર ગુણાથિલકાએ પણ સારું યોગદાન આપ્યું હતું. તેણે 29 બોલમાં 38 રન બનાવ્યા હતા. 
ટીમ ઈન્ડિયા માટે જસપ્રિત બુમરાહ અને યુઝવેન્દ્ર ચહલે સારી બોલિંગ કરી હતી. બુમરાહે 4 ઓવરમાં 24 રન આપીને એક વિકેટ લીધી હતી. ત્યારે ચહલે 4 ઓવરમાં 27 રન આપીને એક વિકેટ લીધી હતી. તેમની સાથે ભુવનેશ્વર કુમાર, રવિન્દ્ર જાડેજા અને હર્ષલ પટેલને પણ એક-એક વિકેટ મળી હતી.
Advertisement
Tags :
Advertisement

.