70 વર્ષના બીમાર પદ્મશ્રી વિજેતાને ICUમાં બળજબરીથી કરાવાયો ડાન્સ
ઓડિશાના પરજા આદિવાસી સમુદાયના સભ્યોએ ગુરુવારે એક મહિલા સામાજિક કાર્યકર સામે કાર્યવાહીની માંગ કરી હતી જેણે પદ્મશ્રી પુરસ્કાર વિજેતા કમલા પૂજારીને હોસ્પિટલમાંથી રજા આપતા પહેલા નૃત્ય કરવા દબાણ કર્યું હતું.સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયો હતો જેમાં જોવા મળે છે કે એક 70 વર્ષની મહિલાને સરકારી હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવી હતી. સામાજિક કાર્યકર પણ તેમની સાથે ડાન્સ કરતા જોવા મ
Advertisement
ઓડિશાના પરજા આદિવાસી સમુદાયના સભ્યોએ ગુરુવારે એક મહિલા સામાજિક કાર્યકર સામે કાર્યવાહીની માંગ કરી હતી જેણે પદ્મશ્રી પુરસ્કાર વિજેતા કમલા પૂજારીને હોસ્પિટલમાંથી રજા આપતા પહેલા નૃત્ય કરવા દબાણ કર્યું હતું.
સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયો હતો જેમાં જોવા મળે છે કે એક 70 વર્ષની મહિલાને સરકારી હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવી હતી. સામાજિક કાર્યકર પણ તેમની સાથે ડાન્સ કરતા જોવા મળી હતી અને બેકગ્રાઉન્ડમાં સંગીત વાગી રહ્યું હતું.
કોરાપુટમાં આદિવાસી સમુદાય સંગઠન પરજા સમાજના પ્રમુખ હરીશ મુદુલીએ જણાવ્યું હતું કે જો સરકાર સામાજિક કાર્યકર મંમતા બહેરા સામે પગલાં લેવામાં નિષ્ફળ જશે તો તેના સભ્યો શેરીઓમાં ઉતરશે.
ઉલ્લેખનીય છે કે પૂજારીને 2019માં ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવા અને સ્વદેશી બીજની 100થી વધુ જાતોને સાચવવા માટે પદ્મશ્રી મળ્યો હતો.


