Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ સહિત 4 સામે આબુ રોડમાં છેડતીનો ગુનો નોંધાયો

પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ સામે છેડતીનો ગુનોસિરોહી કોર્ટના આદેશ બાદ 4 સામે ગુનો દાખલ આબુ રોડ પોલીસ સ્ટેશનમાં પોક્સો હેઠળ FIRસાબરકાંઠાના બેન્કના ચેરમેન મહેશ પટેલ સામે પણ ગુનોકારમાં બેઠેલી સગીરા સાથે અડપલા કર્યાનો આરોપફરિયાદ કરવા છતાં કાર્યવાહી ન થતાં કોર્ટમાં દાદ માગીજેસલમેર કારમાં ફરવા જતી વખતે છેડતી કર્યાનો આરોપમહેશ પટેલે મહિલાને મારી નાખવાની ધમકી આપીગુજરાતના ભાàª
પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ સહિત 4 સામે આબુ રોડમાં છેડતીનો ગુનો નોંધાયો
Advertisement
  • પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ સામે છેડતીનો ગુનો
  • સિરોહી કોર્ટના આદેશ બાદ 4 સામે ગુનો દાખલ 
  • આબુ રોડ પોલીસ સ્ટેશનમાં પોક્સો હેઠળ FIR
  • સાબરકાંઠાના બેન્કના ચેરમેન મહેશ પટેલ સામે પણ ગુનો
  • કારમાં બેઠેલી સગીરા સાથે અડપલા કર્યાનો આરોપ
  • ફરિયાદ કરવા છતાં કાર્યવાહી ન થતાં કોર્ટમાં દાદ માગી
  • જેસલમેર કારમાં ફરવા જતી વખતે છેડતી કર્યાનો આરોપ
  • મહેશ પટેલે મહિલાને મારી નાખવાની ધમકી આપી
ગુજરાતના ભાજપ ( BJP)ના પ્રાંતિજ (Prantij)ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર (Gajendra Singh Parmar) સામે સિરોહી કોર્ટના આદેશ બાદ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આબુ રોડ પોલીસ સ્ટેશનમાં ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સહિત 4 જણા સામે ગુનો નોંધાતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશ પટેલ સામે પણ ગુનો નોંધાયો છે. આરોપ લગાવાયો છે કે કારમાં બેઠેલી સગીરા સાથે અડપલા કરાયા હતા અને આ મામલે ફરિયાદ કરવા છતાં યોગ્ય કાર્યવાહી ના થતાં પિડીતાએ કોર્ટમાં દાદ માગી હતી. 

ગજેન્દ્રસિંહ પરમાર પૂર્વ મંત્રી
ભુપેન્દ્ર પટેલ પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા ત્યારે ગુજરાત સરકારમાં પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર મંત્રી બન્યા હતા. 2017માં પ્રથમ વખત ધારાસભ્ય બનેલા ગજેન્દ્રસિંહ પરમાર ભુપેન્દ્ર પટેલ સરકારમાં અન્ન નાગરિક પુરવઠા મંત્રી હતા અને ત્યારબાદ  તેમની સામે યુવતીની ફરિયાદ નોંધી શકાઈ ન હતી. મહિલાએ પોતાની સગીર પુત્રી સાથે થયેલી છેડછાડને મામલે ઘણા સમયથી લડત આરંભી હતી અને આખરે સિરોહી કોર્ટના આદેશ બાદ ફરિયાદ નોંધાઇ હતી.
કોર્ટના આદેશ બાદ ગુનો નોંધવામાં આવ્યો
આબુરોડ ખાતે આવેલા સદર પોલીસ સ્ટેશનમાં ગુજરાત ભાજપના સાબરકાંઠાના કદાવર નેતા ગજેન્દ્રસિંહ પરમાર સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ગજેન્દ્રસિંહ પરમારની સાથે અન્ય ત્રણ લોકોની સામે પણ કોર્ટના આદેશ બાદ ગુનો નોંધવામાં આવ્યો છે.
શું બન્યું હતું 
2020 માં અમદાવાદની મહિલાનો પ્રાંતિજના ધારાસભ્ય સાથે ઓળખાણ થઈ હતી. ધારાસભ્ય સાથે અમદાવાદની મહિલા અને તેની દીકરી અને અન્ય વ્યક્તિ જેસલમેર ફરવા જવા માટે નીકળ્યા હતા ત્યારે આબુરોડ ખાતે બ્રહ્માકુમારીની સામે ગાડી પહોંચતા અમદાવાદની મહિલાએ ફરિયાદ કરી હતી કે મને ઉલટી થાય છે ત્યારે તે મહિલા ગાડીમાંથી નીચે ઉતરીને થોડાક આગળ જઈને ઉલટી કરવા પ્રયત્ન કર્યો હતો અને તેને ઉલટી થઈ શકી ન હતી ત્યારે ગાડીમાં બેસેલી તેમની દીકરી રડતી રડતી દોડીને બહાર આવી ગઈ હતી અને જણાવ્યું હતું કે મારે જેસલમેર જવું નથી જે બાદ બધા અમદાવાદ પરત આવી ગયા હતા.
પોલીસ ફરિયાદ કરી પણ કાર્યવાહી ના થઇ 
ભારે પરેશાનને કારણે 5 માર્ચ 2022 ના રોજ મહિલા દ્વારા આત્મહત્યાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ફરિયાદી મહિલાએ તેની પુત્રી સાથે થયેલી છેડછાડને લઈને ગજેન્દ્રસિંહ અને તેમની સાથેના બે લોકો વિરુદ્ધ સદર આબુરોડ પોલીસ સ્ટેશનમાં 26 મે 2022 ના રોજ રિપોર્ટ કરી હતી પણ તેમની સામે કોઈ જ કાર્યવાહી થઈ નથી
સિરોહી કોર્ટમાં ફરિયાદ કરી
 આ મહિલાએ ૧૨ ઓક્ટોબર 2022 ના રોજ રજીસ્ટર ડાક પોલીસ સ્ટેશન સદર આબુરોડ પોલીસ સ્ટેશન ખાતે રિપોર્ટ કર્યો હતો અને ત્યારબાદ ડીએસપી શિરોહીને પણ રજીસ્ટ્રી ડાક રિપોર્ટ મોકલેલ હતો ત્યારબાદ સિરોહી કોર્ટના આદેશ બાદ ભારતીય દંડ સંહિતાની ધારા 354,354 એ, 365, 506, 384/347/8 પોસ્કો કલમ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
શું કહ્યું પોલીસે 
 આબુરોડ પોલીસ સ્ટેશન ના પીઆઇ પ્રવીણ આચાર્યએ જણાવ્યું હતું કે આ મામલામાં અમે તટસ્થ તપાસ કરીશું અને  જે પીડિત યુવતી ના માતા છે તેમના પણ જવાબ લીધેલ છે. સમગ્ર મામલાની તપાસ ડીવાયએસપી ચલાવી રહ્યા છે. ઘટના આબુરોડમાં દાખલ થઈ છે. રાજસ્થાનમાં પોલીસ ફરિયાદ દાખલ થઈ છે પણ ગુજરાતના રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતા સામે  છેડતીનો ગુનો પોસ્કો કલમથી નોંધાયો છે. 

આ શખ્સો સામે ફરિયાદ 
ગજેન્દ્રસિંહ ઉદયસિંહ પરમાર (રહે વકતાપુર બાલોદ) તથા મહેશભાઈ અમીચંદભાઈ પટેલ (રહે, મહાવીર નગર, હિંમતનગર) તથા અન્ય બીજા બે લોકો સામે ગુના નોંધાયેલ છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×