Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

'અર્જુન રેડ્ડી' લિગર સાથે બોલિવૂડમાં પ્રવેશવા તૈયાર છે, તેલુગુ ફિલ્મોમાં છે જબરદસ્ત કરિયર

ઇન્ડસ્ટ્રીના અભિનેતા અર્જુન રેડ્ડી ઉર્ફે વિજય દેવરાકોંડા આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આજના ખાસ દિવસે પાર્ટી કરવામાં આવે છે. વિજય તેના આ ખાસ દિવસને નજીકના મિત્રો સાથે ઉજવાનું પસંદ કરે છે. આ સાથે જ તેને ફેન્સ અને સેલેબ્સ તરફથી પણ અનેક અભિનંદન મળી રહ્યાં છે. વિજય દેવરાકોંડાના જન્મદિવસ નિમિત્તે અમે તમને તેમના વિશે કેટલીક અજાણી વાતો જણાવી રહ્યા છીએ. વિજય દેવરાકોંડાનું સાચું à
 અર્જુન રેડ્ડી  લિગર સાથે બોલિવૂડમાં પ્રવેશવા તૈયાર છે  તેલુગુ ફિલ્મોમાં છે જબરદસ્ત કરિયર
Advertisement
ઇન્ડસ્ટ્રીના અભિનેતા અર્જુન રેડ્ડી ઉર્ફે વિજય દેવરાકોંડા આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આજના ખાસ દિવસે પાર્ટી કરવામાં આવે છે. વિજય તેના આ ખાસ દિવસને નજીકના મિત્રો સાથે ઉજવાનું પસંદ કરે છે. આ સાથે જ તેને ફેન્સ અને સેલેબ્સ તરફથી પણ અનેક અભિનંદન મળી રહ્યાં છે. 
વિજય દેવરાકોંડાના જન્મદિવસ નિમિત્તે અમે તમને તેમના વિશે કેટલીક અજાણી વાતો જણાવી રહ્યા છીએ. વિજય દેવરાકોંડાનું સાચું નામ દેવરાકોંડા વિજય સાઈ છે. તેમનો જન્મ હૈદરાબાદમાં થયો હતો. તેમના પિતાનું નામ ગોવર્ધન રાવ અને માતાનું નામ માધવી છે. વિજય દેવરાકોંડાનો એક નાનો ભાઈ છે, જેનું નામ આનંદ છે. આનંદમપણ વ્યવસાયે એક્ટર પણ છે.
વિજયના પિતા ટીવી સિરિયલોના ડિરેક્ટર હતા. પરંતુ સફળતા ન મળવાને કારણે તેણે નોકરી છોડી દીધી. વિજયે પુટ્ટપર્થીની એક બોર્ડિંગ સ્કૂલ શ્રી સત્ય સાંઈ હાયર સેકન્ડરી સ્કૂલમાંથી 10મા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. તેણે કોમર્સમાં બેચલર કર્યું છે. 
આ પછી એ ફિલ્મ આવી જેણે વિજય દેવરાકોંડાનું ભાગ્ય બદલી નાખ્યું. વિજય દેવરાકોંડાએ 2017ની ફિલ્મ અર્જુન રેડ્ડીમાં એવો બેજોડ અભિનય આપ્યો કે તેની ઓળખ આ પાત્રના નામથી બની છે. તેમને તેમના કામ માટે ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતા - તેલુગુ પુરસ્કાર તેમજ દાયકાના શ્રેષ્ઠ પ્રદર્શનમાંનો એક એવોર્ડ મળ્યો
અર્જુન રેડ્ડીની સફળતા પછી, વિજયે યે મંત્રમ વેસાવે, મહાનતી, ગીતા ગોવિંદમ, NOTA, વર્લ્ડ ફેમસ લવર, ડિયર કોમરેડ જેવી ફિલ્મોમાં કામ કર્યું. જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું આ ફિલ્મોમાં તેના કામને પણ ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.
Tags :
Advertisement

.

×