ઔરંગઝેબના મકબરાને પાંચ દિવસ બંધ રાખવાનો તંત્રનો નિર્ણય
ઉત્તર પ્રદેશમાં જ્ઞાનવાપી મસ્જિદના મામલાની વચ્ચે મહારાષ્ટ્રમાં મુગલ બાદશાહ ઔરંગઝેબના મકબરા પર પણ હવે રાજકારણ શરુ થયું છે. હવે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગે પાંચ દિવસ માટે મકબરાને બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનિય છે કે બે દિવસ પહેલાં જ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રવક્તા સહિત ઘણા નેતાઓએ સ્મારક પર સવાલો ઉભા કર્યા હતા. જાણવા મળ્યા મુજબ ઔરંગાબાદના ખુલટાબાદમાં એક મસà«
Advertisement
ઉત્તર પ્રદેશમાં જ્ઞાનવાપી મસ્જિદના મામલાની વચ્ચે મહારાષ્ટ્રમાં મુગલ બાદશાહ ઔરંગઝેબના મકબરા પર પણ હવે રાજકારણ શરુ થયું છે. હવે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગે પાંચ દિવસ માટે મકબરાને બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનિય છે કે બે દિવસ પહેલાં જ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રવક્તા સહિત ઘણા નેતાઓએ સ્મારક પર સવાલો ઉભા કર્યા હતા.
જાણવા મળ્યા મુજબ ઔરંગાબાદના ખુલટાબાદમાં એક મસ્જિદ સમિતીએ સ્થળ પર તાળું લગાડવાની કોશિશ કરી હતી અને ત્યારબાદ એએસઆઇ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. મનસેના પ્રવક્તાએ કહ્યું કે આ સ્મારકને ખતમ કરી દેવું જોઇએ. ત્યારબાદ એએસઆઇ દ્વારા વધારાના ગાર્ડ પણ તૈનાત કરી દેવાયા હતા.
રિપોર્ટસ મુજબ ઔરંગાબાદના એક પોલીસ અધિકારીએ કહ્યું કે મહેલા મસ્જિદ સમિતી દ્વારા સ્થળને બંધ કરવાની કોશિશ કરાઇ હતી પણ અમે તે સ્થળ ખોલ્યું હતું અને બુધવારે તંત્રએ આગામી પાંચ દિવસો માટે મકબરાને બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. સ્થિતીની સમિક્ષા બાદ વધુ સમય માટે મકબરાને ખોલવો કે કેમ તે અંગે નિર્ણય કરાશે.
મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી અજીત પવારે પણ કહ્યું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે મુગલ બાદશાહ ઔરંગઝેબનો મકબરો 5 દિવસ સુધી બંધ રહેશે.
ઉલ્લેખનિય છે કે એઆઇએમએઆઇએમના નેતા અકબરુદ્દીન ઔવેસી પણ આ જ મહિને મકબરા પર ગયા હતા. આ મુલાકાતની શિવસેનાએ આલોચના કરી હતી. આ ઉપરાંત મનસે દ્વારા પણ મુલાકાતની આલોચના કરાઇ હતી.


