જેતપુર પાસેના ભાદર-1 ડેમમાં 50 ટકા પાણી, જેતપુર શહેરને પાણીની પળોજળમાંથી મુક્તિ
જેતપુરની બાજુમાં આવેલો અને જેતપુરનું હૃદય એવો ભાદર-1 ડેમ સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી વિશાળ ડેમ ગણાય છે. 34 ફૂટની સપાટી ધરાવતા આ ભાદર ડેમમાં પાણીની કુલ ક્ષમતા 6648 એમસીએફટીની છે. આ ભાદર ડેમ ગયા વર્ષે ભારે વરસાદના કારણે ઓવર ફ્લો થયો હતો. ઉલ્લેખનીય છે કે ભાદર ડેમ સિંચાઈ માટે તથા જેતપુર તાલુકાના પીવાના પાણીનો મુખ્ય આધાર છે.હાલ ભાદર ડેમમાં 3716 એમસીએફટી પાણીન જથ્થો છે. એટલે કે વર્તમાન સમયે ડ
Advertisement
જેતપુરની બાજુમાં આવેલો અને જેતપુરનું હૃદય એવો ભાદર-1 ડેમ સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી વિશાળ ડેમ ગણાય છે. 34 ફૂટની સપાટી ધરાવતા આ ભાદર ડેમમાં પાણીની કુલ ક્ષમતા 6648 એમસીએફટીની છે. આ ભાદર ડેમ ગયા વર્ષે ભારે વરસાદના કારણે ઓવર ફ્લો થયો હતો. ઉલ્લેખનીય છે કે ભાદર ડેમ સિંચાઈ માટે તથા જેતપુર તાલુકાના પીવાના પાણીનો મુખ્ય આધાર છે.
હાલ ભાદર ડેમમાં 3716 એમસીએફટી પાણીન જથ્થો છે. એટલે કે વર્તમાન સમયે ડેમની અંદર 26.60 ફૂટ જેટલું પાણી ભરેલું છે. આ પાણીનું ઉનાળુ પાકને ધ્યાને રાખીને 2000 હેકટર જમીનની સિંચાઈના એક પાણ માટે વિતરણ કરવામાં આવશે. આ સિવાય પ્રિ ખરીફ પાક માટે બે પાણ આપવામાં આવશે. આમ કુલ ત્રણ પાણ સિંચાઈ માટે આપવામાં આવશે. બાકીનું પાણી પીવાના પાણી માટે અનામત રાખવામાં આવશે. આગામી 31-07-2022 સુધી પાણીની કોઈ સમસ્યા જેતપુર તાલુકાને રહશે નહીં. હાલ ભાદર ડેમ 50 ટકા ભરેલ હોવાના કારણે પીવાના પાણીની કોઈ સમસ્યા થતી નથી.
ઉપરાંત જો વરસાદ ખેંચાશે તો જેતપુર માટે નર્મદાની લાઈન નાખેલી છે. તરત નર્મદાના પાણીનો પણ ઉપયોગ કરવામાં આવશે. એટલે જેતપુરને પીવાના પાણીની સમસ્યા નહીં રહે. આગામી સમયમાં રાજ્ય સરકારની યોજના નલ સે જલ અંતર્ગત જેતપુર બજેટ ફાળવેલું છે. જેથી તેમાંથી ઇન્કવેટ વેલ, નવી ઉંચી ટાંકી, પપીંગ હાઉસ અને છેવાડાના વિસ્તારમાં નવી પાણીની લાઈન નાખવામાં આવશે.


