હેલ્થ પ્રત્યે અવેરનેસથી સાયકલનો ક્રેઝ વધ્યો, ગુજરાતનું 700 કરોડનું સાઇકલ માર્કેટ
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચવા અને વેચાણને વેગ આપવા અમદાવાદમાં ગુજરાત સાઇકલ એકસ્પો યોજાયો/કોરોના મહામારી બાદ હેલ્થ પ્રત્યે અવેરનેસમાં વધારો થયો છે. તેના પરિણામે છેલ્લા બે વર્ષથી સાયકલની માગ ઝડપભેર વધવા લાગી છે. સાયકલ મેન્યુફેક્ચરિંગ માટે પંજાબ તથા લુધિયાણા ભલે હબ હોય પરંતુ વેચાણની દ્રષ્ટિએ જોઇએ તો ગુજરાત મહત્વનું માર્કેટ બની ગયું છે. વેચાણને વેગ આપવા માટે અમદાવાદમ
Advertisement
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચવા અને વેચાણને વેગ આપવા અમદાવાદમાં ગુજરાત સાઇકલ એકસ્પો યોજાયો/કોરોના મહામારી બાદ હેલ્થ પ્રત્યે અવેરનેસમાં વધારો થયો છે. તેના પરિણામે છેલ્લા બે વર્ષથી સાયકલની માગ ઝડપભેર વધવા લાગી છે. સાયકલ મેન્યુફેક્ચરિંગ માટે પંજાબ તથા લુધિયાણા ભલે હબ હોય પરંતુ વેચાણની દ્રષ્ટિએ જોઇએ તો ગુજરાત મહત્વનું માર્કેટ બની ગયું છે. વેચાણને વેગ આપવા માટે અમદાવાદમાં બે દિવસીય ગુજરાત સાઇકલ એકસ્પોનું આયોજન કરવામાં આવ્યું.
એક્સ્પોમાં દેશભરમાંથી 55થી વધુ મેન્યુફેક્ચરર્સે ભાગ લીધો
આ એક્સ્પોમાં દેશભરમાંથી 55થી વધુ મેન્યુફેક્ચરર્સે ભાગ લીધો હતો. ગુજરાતમાં વાર્ષિક ધોરણે 5.5 થી 6 લાખ યુનિટ સાયકલનું વેચાણ થઇ રહ્યું છે. સરેરાશ મુલ્ય 700 કરોડ આસપાસનું ગુજરાતનું માર્કેટ છે. ચીનથી આયાત કરવામાં આવતી સાઇકલ પરની ડ્યૂટીમાં વધારો કરાતા સ્થાનિક સાઇકલ ઉદ્યોગને લાભ મળ્યો છે અને ઉદ્યોગ 50 ટકા વિકસ્યો હોવાનું અમદાવાદ સાઇકલ મર્ચન્ટ એસોસિયેશનના પ્રમુખ અશોક પાટીલે જણાવ્યું હતું. અમદાવાદમાં 5 અને 6 જાન્યુઆરી ગુજરાત સાઇકલ એકસ્પો યોજાઈ રહ્યો છે. આ પ્રસંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતના લગભગ 1200 થી 1300 ઉદ્યોગ સાથે સંકળાયેલા મુલાકાત લેશે. કોરોના પછી લોકો હેલ્થ પ્રત્યે વધુ જાગૃત થતાં સાઇકલના વેચાણને પણ લાભ મળ્યો હોવાનું તેમણે કહ્યું હતું.
હેલ્થ પ્રત્યેની સજાગતા વધી છે
મહત્તવનું છે કે જે રીતે કોરોના બાદ લોકોમાં હેલ્થ પ્રત્યેની સજાગતા વધી છે. તેને લઈને સાઈકલની મહત્વતા પણ વિશેષ સામે આવી છે.. ફરીવાર પરિવારો સાઈકલ અપનાવતા થયા છે. અને પરિણામે આજે સાઇકલ માર્કેટ ઘણું મોટું બન્યું છે. 700 કરોડ ના માત્ર ગુજરાતના માર્કેટમાં અનેક ટાઈપ ની સાઇકલ માર્કેટમાં આવી છે. ઘણી ઊંચી રેંજની સાઇકલ પણ બજારમાં મળી રહે છે તો નીમનતમ રેન્જની પણ.. એક સમયમાં ગરીબો ની જીવાદોરી ગણાતી સાઇકલ આજે અમીરો માટેની હેલદી લાઈફ નું એક કારણ બની રહી છે. ત્યારે આજે માર્કેટમાં સાઇકલ ની પણ ઘણી ચોઈસ ઉપલબ્ધ બની છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


