Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

'જે નૂપુરનું માથું વાઢશે,તેને હું મારું ઘર આપીશ', અજમેર દરગાહના ખાદિમનો ઉશ્કેરણીજનક વિડીયો

ઉદયપુરના ટેલર કનૈયાલાલ અને ઉમેશ કોલ્હેની હત્યા બાદ પણ દેશનું વાતાવરણ ડહોળવાના પ્રયાસ ચાલુ છે. હવે અજમેર દરગાહના ખાદિમ સલમાન ચિશ્તીએ નૂપુર શર્માનું શિરચ્છેદ કરનારને પોતાનું ઘર આપવાની વાત કરી છે. ઉદેપુરમાં ટેલર કનૈયાલાલ અને અમરાવતીમાં ઉમેશ કોલ્હેની હત્યાનો મામલો હજુ ઠંડો પડ્યો નથી કે સૂફીવાદનું શહેર કહેવાતા અજમેરમાંથી વધુ એક વિવાદાસ્પદ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો દરગàª
 જે નૂપુરનું માથું વાઢશે તેને હું મારું ઘર આપીશ   અજમેર દરગાહના ખાદિમનો ઉશ્કેરણીજનક વિડીયો
Advertisement
ઉદયપુરના ટેલર કનૈયાલાલ અને ઉમેશ કોલ્હેની હત્યા બાદ પણ દેશનું વાતાવરણ ડહોળવાના પ્રયાસ ચાલુ છે. હવે અજમેર દરગાહના ખાદિમ સલમાન ચિશ્તીએ નૂપુર શર્માનું શિરચ્છેદ કરનારને પોતાનું ઘર આપવાની વાત કરી છે. ઉદેપુરમાં ટેલર કનૈયાલાલ અને અમરાવતીમાં ઉમેશ કોલ્હેની હત્યાનો મામલો હજુ ઠંડો પડ્યો નથી કે સૂફીવાદનું શહેર કહેવાતા અજમેરમાંથી વધુ એક વિવાદાસ્પદ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો દરગાહના ખાદિમ સલમાન ચિશ્તીનો છે. 

આ વીડિયોમાં ખાદિમ સલમાન ચિશ્તીએ ભારતીય જનતા પાર્ટી (BJP)ના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા માટે ઝેર ઓક્યું છે. સલમાન ચિશ્તી દરગાહ પોલીસ સ્ટેશનનો એક હિસ્ટરી-શીટર પણ છે, જે નુપુર શર્માનું શિરચ્છેદ કરનારને પોતાનું ઘર આપવાની વાત કરે છે. લગભગ બે મિનિટ અને પચાસ સેકન્ડના આ વિડિયોમાં સલમાન ચિશ્તી ખુલ્લેઆમ નૂપુર શર્માને તેની ધાર્મિક લાગણીઓને નિવેદનને લઇને મારી નાખવાની ધમકી આપી રહ્યો છે. 
વીડિયોમાં સલમાન ચિશ્તી કહી રહ્યો છે, 'સમય સરખો નથી, નહીં તો તે બોલતી નથી, મને જન્મ આપનાર મારી માતાની કસમ, મેં તેને જાહેરમાં ગોળી મારી દીધી હોત, અને આજે પણ હું છાતી ઠોકીને કહું છું, જે કોઈ નૂપુર શર્માનું માથું વાઢીને લાવશે,તો હું તેને મારું ઘર આપી દઈશ અને રસ્તામાં નીકળી જઈશ, યે વાદા હૈ સલમાન. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં છે અને તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
આ સાથે જ અજમેરમાં કેટલાક હિન્દુ સંગઠનો દ્વારા નૂપુર શર્માના સમર્થનમાં રેલી પણ કાઢવામાં આવી છે. હજારોની સંખ્યામાં લોકો સડકો પર જોવાં મળી રહ્યાં છે. 
Advertisement

 
Advertisement
Tags :
Advertisement

.

×