Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પેલેસ્ટાઇનમાં ભારતીય રાજદૂત મુકુલ આર્યનું મૃત્યુ, દૂતાવાસની અંદરથી મૃત હાલતમાં મળી આવ્યા

પેલેસ્ટાઇનમાં ભારતીય રાજદૂત મુકુલ આર્યનું મોત થયું છે. મુકુલ આર્ય રવિવારે ભારતીય દૂતાવાસની અંદરથી મૃત હાલતમાં મળી આવ્યા છે. તેઓ પેલેસ્ટાઇનના રમલ્લામાં આવેલી ભારતીય એમ્બેસીમાં તહેનાત હતા. વિદેશ મંત્રી એસ જયશંકરે તેમના નિધન દુઃખ વ્યક્ત કર્યુ છે.આ અંગે હજુ વધારે કોઇ માહિતિ સામે નથી આવી. કઇ સ્થિતિમાં તેમનું મોત થયું છે અને મોત પાછળનું કારણ શું છે તે વિશે કોઇ માહિતિ નથી. વિદેશ મંત્à
પેલેસ્ટાઇનમાં ભારતીય રાજદૂત મુકુલ આર્યનું મૃત્યુ   દૂતાવાસની અંદરથી મૃત હાલતમાં મળી આવ્યા
Advertisement
પેલેસ્ટાઇનમાં ભારતીય રાજદૂત મુકુલ આર્યનું મોત થયું છે. મુકુલ આર્ય રવિવારે ભારતીય દૂતાવાસની અંદરથી મૃત હાલતમાં મળી આવ્યા છે. તેઓ પેલેસ્ટાઇનના રમલ્લામાં આવેલી ભારતીય એમ્બેસીમાં તહેનાત હતા. વિદેશ મંત્રી એસ જયશંકરે તેમના નિધન દુઃખ વ્યક્ત કર્યુ છે.
આ અંગે હજુ વધારે કોઇ માહિતિ સામે નથી આવી. કઇ સ્થિતિમાં તેમનું મોત થયું છે અને મોત પાછળનું કારણ શું છે તે વિશે કોઇ માહિતિ નથી. વિદેશ મંત્રીએ ટ્વિટ વડે માહિતિ આપી છે. તો આ તરફ પેલેસ્ટાિનના વિદેશ મંત્રાલય દ્વારા પણ આ અંગે એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં તેમણે ભારતીય રાજદૂતના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યુ છે. જો કે તેમણે પણ મોતના કારણને લઇને કોઇ માહિતિ આપી નથી.
પેલેસ્ટાઇનના વિદેશ મંત્રાલયે કહ્યું કે અમને પેલેસ્ટાઇનમાં ભારતના રાજદૂત મુકુલ આર્યના મૃત્યુના સમાચાર સાંભળીને અમને આઘાત લાગ્યો છે અને દુઃખ થયું છે. અમે ભારતીય વિદેશ મંત્રાલયના અધિકારીો સાથે સંપર્ક કરી રહ્યા છીએ, જેથી મૃતકના પાર્થિવ શરીરને તેમના દેશ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે.

એસ જયશંકરનું ટ્વિટ
મુકુલ આર્યના નિધન પર ટ્વિટ કરતા વિદેશ મંત્રીએ લખ્યું કે ‘રમલ્લામાં ભારતા પ્રતિનિધિ મુકુલ આર્યના નિધનના સમાચારથી ઘણું દુઃખ થયું. તેઓ એક બાહોશ અધિકારી હતા અને તેમને હજુ ઘણુ કરવાનું હતું. તેમના પરિવાર માટે મારી સંવેદનાઓ.’
પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિએ આપ્યા આદેશ
પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને સ્વાસ્થ્ય મંત્રાલય, પોલીસ અને અન્ય અધકારીઓને તુરંત રામલ્લાહમાં ભારતય રાજદૂતના નિવાસ સ્થાન પર જવા માટેના આદેશ આપ્યા છે. પેલ્સ્ટાઇન પોલીસ પણ તપાસમાં લાગી ગઇ છે.
Advertisement
Tags :
Advertisement

.

×