Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઓપેરશન ગંગામાં મોરારિબાપુએ ઉમેર્યું ગંગાજળ, સવા કરોડ રૂપિયાની કરી મદદ

બે દેશો વચ્ચેના યુદ્ધને લઇ સમગ્ર વિશ્વ સ્તબ્ધ બન્યું છે  ત્યારે  તાજતરમાં યોજાયેલી લોનાવાલાની કથાની પુર્ણાહુતીને દિવસે બે દેશો વચ્ચે છેડાઈ ગયેલા યુદ્ધમાં જે લોકો અસર પામ્યા છે તેમના પ્રતિ સંવેદના વ્યક્ત કરતાં મોરારિબાપુએ જણાવ્યું હતું કે તેમની વ્યાસપીઠ કેવળ વચનાત્મક ન બની રહે પરંતુ રચનાત્મક પણ બને. અને એથી યુક્રેનના યુદ્ધમાં જે ભારતીય અને અન્ય લોકોને અસર થઇ છે તેમના માટે રૂ
ઓપેરશન ગંગામાં મોરારિબાપુએ ઉમેર્યું ગંગાજળ  સવા કરોડ રૂપિયાની કરી મદદ
Advertisement
બે દેશો વચ્ચેના યુદ્ધને લઇ સમગ્ર વિશ્વ સ્તબ્ધ બન્યું છે  ત્યારે  તાજતરમાં યોજાયેલી લોનાવાલાની કથાની પુર્ણાહુતીને દિવસે બે દેશો વચ્ચે છેડાઈ ગયેલા યુદ્ધમાં જે લોકો અસર પામ્યા છે તેમના પ્રતિ સંવેદના વ્યક્ત કરતાં મોરારિબાપુએ જણાવ્યું હતું કે તેમની વ્યાસપીઠ કેવળ વચનાત્મક ન બની રહે પરંતુ રચનાત્મક પણ બને. અને એથી યુક્રેનના યુદ્ધમાં જે ભારતીય અને અન્ય લોકોને અસર થઇ છે તેમના માટે રૂપિયા સવા કરોડની સહાયતા રાશી અર્પણ કરવાની પહેલ તેમણે એ રામકથા દરમ્યાન કરી હતી.
દેશના વડાપ્રધાન  નરેન્દ્ર મોદી અને ભારત સરકારના  ‘મિશન ગંગા’ હેઠળ યુક્રેનમાં ફસાયેલા લોકો માટે ઉત્તમ કાર્ય કરે છે. ત્યારે મોરારિબાપુએ પણ આ કાર્યમાં વ્યાસપીઠ તરફથી ગંગાજળનાં થોડા બુંદ અર્પણ કર્યા છે. અયોધ્યામાં નિર્માણ પામનાર શ્રી રામમંદિર માટે અનુદાન આપવાની મોરારિબાપુએ અપીલ કરી હતી અને એ નિમિત્તે શ્રોતાઓ દ્વારા રૂપિયા 19 કરોડની રાશી એકત્ર થઈ હતી જે પૈકી 9 કરોડ રૂપિયા વિદેશી શ્રોતાઓનું અનુદાન હતું. 
લંડન સ્થિત ડોલરભાઈ પોપટ અને તેમના પુત્ર પાવન પોપટ દ્વારા આ રાશિમાંથી સવાકરોડ રૂપિયા પોલેન્ડ, સ્લોવેકિયા અને રોમાનિયામાં કાર્યરત જુદી-જુદી 10 સંસ્થાઓને પહોંચાડવામાં આવ્યા છે. આ સંસ્થાઓ યુક્રેન યુધ્ધના અસરગ્રસ્તોનાં ઈવેકયુએસનમાં, તેમને નિવાસ અને ભોજન આપવામાં, મેડીકલ સુવિધા આપવા જેવા અનેક કાર્યોમાં કાર્યરત છે. વસુધૈવ કુટુંબકમની ભાવના અનુસાર ભારતીય અસરગ્રસ્તો અને અન્ય ધર્મ કે જાતિના હોય તેવા પીડિત લોકો માટે પણ આવશ્યકતા અનુસાર આ રકમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બે દેશો વચ્ચેના સંઘર્ષનો ઝડપથી અંત આવે અને આ દુ:ખદ પરિસ્થિતમાં જેમણે પ્રાણ ગુમાવ્યા છે તેવા લોકો માટે મોરારી બાપુએ પ્રાર્થના કરી છે. 
Tags :
Advertisement

.

×