Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કામ્યા પંજાબીએ ટ્રોલર પર નિશાન સાધ્યું, કહ્યું- તમારી માતાને કહો......

ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી કામ્યા પંજાબી (Kamya Punjabi) આ દિવસોમાં તેના બીજા લગ્નને લઈને ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા બાદ કામ્યાએ ટ્રોલર પર જોરદાર ક્લાસ લગાવ્યો છે.  તાજેતરમાં એક સોશિયલ મીડિયા યુઝરે કામ્યાને ટેગ કરીને લખ્યું હતું કે ઇતિહાસનું પુનરાવર્તન થાય છે. તમે ટૂંક સમયમાં તમારા બીજા પતિને પણ છૂટાછેડા આપશો. યુઝરની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા કામ્યા પંજાબીએ લખ્યું, “તમાà
કામ્યા પંજાબીએ ટ્રોલર પર નિશાન સાધ્યું  કહ્યું  તમારી માતાને કહો
Advertisement
ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી કામ્યા પંજાબી (Kamya Punjabi) આ દિવસોમાં તેના બીજા લગ્નને લઈને ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા બાદ કામ્યાએ ટ્રોલર પર જોરદાર ક્લાસ લગાવ્યો છે.  તાજેતરમાં એક સોશિયલ મીડિયા યુઝરે કામ્યાને ટેગ કરીને લખ્યું હતું કે ઇતિહાસનું પુનરાવર્તન થાય છે. તમે ટૂંક સમયમાં તમારા બીજા પતિને પણ છૂટાછેડા આપશો. યુઝરની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા કામ્યા પંજાબીએ લખ્યું, “તમારે બીજું કંઈ કહેવું છે, તમારે તમારી ગંદકીની દુકાન બીજે ક્યાંક લઈ જવી જોઈએ.''

મીડિયા યુઝર્સે પણ કામ્યાની પોસ્ટનું જોરદાર સમર્થન
કામ્યાએ આગળ લખ્યું કે “તમે લોકો એ પણ નથી જાણતા કે તમે શું વાત કરી રહ્યા છો. આમ છતાં તમે લોકો દરેક જગ્યાએ ગંદકી ફેલાવો છો. ઊંડો શ્વાસ લો અને થોડું પાણી પીવો. તમારી માતાને કહો કે તમને કેટલીક રીતભાત શીખવે." ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે પણ કામ્યાની પોસ્ટનું જોરદાર સમર્થન કર્યું છે.

2020માં બીજા લગ્ન કર્યા હતા
ઉલ્લેખનીય છે કે, કામ્યા પંજાબીએ 2020માં પ્રખ્યાત બિઝનેસ મેન શલભ ડાંગ સાથે લગ્ન કર્યા હતા. બંને કપલ પહેલીવાર દિલ્હીમાં મળ્યા હતા. જે બાદ બંને એકબીજાના પ્રેમમાં પડ્યા અને બંનેએ 2020માં લગ્ન કરવાનો નિર્ણય લીધો. આ પહેલા કામ્યાએ પંજાબી બંટી નેગી સાથે લગ્ન કર્યા હતા. કામ્યા અને બંટીને 10 વર્ષની દીકરી આરા છે. જોકે, પછી કામ્યાએ બંટીને છૂટાછેડા આપી દીધા હતા. જે બાદ કામ્યાએ સલભને પોતાના જીવન સાથી તરીકે પસંદ કર્યો છે. તે જ સમયે, શલભને તેની પ્રથમ પત્નીથી ઈશાન નામનો પુત્ર પણ છે.

પતિ તરફથી ભાવનાત્મક ટેકો મળ્યો
શલભ ડાંગ અને તેના સંબંધો વિશે વાત કરતાં કામ્યા પંજાબીએ કહ્યું હતું કે, મને મારા પતિ તરફથી ઘણો ભાવનાત્મક ટેકો મળ્યો છે. જે મારા જીવનમાં ઘણા વર્ષોથી ખૂટતી હતી. એક સમય એવો હતો જ્યારે છ મહિના સુધી કામ ન મળવાને કારણે હું ન તો બરાબર સૂઈ શકતી હતી કે ન તો જાગી શકતી હતી. જોકે, શલભ સાથે લગ્ન કર્યા પછી મારો ઈમોશનલ સંઘર્ષ ઓછો થઈ ગયો છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.

×