શતાયુ હીરાબાને પ્રિયંકા ગાંધી, રાજનાથસિંહ સહિત અનેક નેતાઓની ભાવભીની શ્રદ્ધાંજલી
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)ની માતા હીરાબા (Hira ba)નું શુક્રવારે સવારે અવસાન થયું છે. તેમના નિધનના સમાચાર મળતા નેતાઓ અને મહાનુભાવોએ શ્રદ્ધાજલી અર્પણ કરી હતી. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ દુખ વ્યક્ત કર્યું હતું. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પણ દુખ પ્રગટ કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ટ્વિટગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને કહà«
Advertisement
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)ની માતા હીરાબા (Hira ba)નું શુક્રવારે સવારે અવસાન થયું છે. તેમના નિધનના સમાચાર મળતા નેતાઓ અને મહાનુભાવોએ શ્રદ્ધાજલી અર્પણ કરી હતી.
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ દુખ વ્યક્ત કર્યું હતું.
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પણ દુખ પ્રગટ કર્યું હતું.
Advertisement
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ટ્વિટ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને કહ્યું કે વડાપ્રધાનશ્રીના માતૃશ્રીના દેવલોક ગમનથી દુખની લાગણી અનુભવું છું. પૂજ્ય હીરા બા વાત્સલ્ય, સાદગી, પરિશ્રમ અને ઉચ્ચ જીવન મૂલ્યોના પ્રતિમૂર્તિ હતા.
Advertisement
રક્ષા મંત્રી રાજનાથ સિંહનું ટ્વિટ
રક્ષા મંત્રી રાજનાથ સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બા ના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા શ્રી હીરા બાના નિધનથી હું ખૂબ જ દુઃખી છું. માતાના અવસાનથી વ્યક્તિના જીવનમાં એક એવો ખાલીપો આવે છે, જે ભરવો અશક્ય છે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેએ ટ્વીટ કર્યું
પીએમ મોદીના માતાના નિધન પર કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેએ ટ્વીટ કર્યું, “ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બેન જીનું નિધન અત્યંત દુખદ છે. તે ધર્મનિષ્ઠ મહિલા હતા. હું તેમના નિધન પર મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન દિવંગત આત્માને તેમના પવિત્ર ચરણોમાં સ્થાન આપે, શોકગ્રસ્ત વડાપ્રધાન અને તમામ પરિવારજનોને શક્તિ આપે. ઓમ શાંતિ!
માયાવતીએ પીએમના માતાના નિધન પર શોક વ્યક્ત કર્યો
બીએસપી વડા માયાવતીએ લખ્યું, "વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માતા શ્રીમતી હીરાબેનના નિધનના સમાચારથી ખૂબ જ દુઃખ થયું છે. તેમના સમગ્ર પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના. કુદરત તેમને અને તેમના તમામ સ્નેહીજનોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ હીરા બાને શ્રદ્ધાજીલ અર્પણ કરી હતી.
પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે પણ શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી


