Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

તુર્કી-સીરિયામાં 24 હજારથી વધુના મોત, શહેરો થયા બરબાદ

તુર્કી (Turkey) અને સીરિયા (Syria)માં આવેલા વિનાશક ભૂકંપ (Earthquake)ને કારણે અત્યાર સુધીમાં 24 હજારથી વધુ લોકોના મોત થયા છે, જ્યારે એક લાખથી વધુ લોકો ઘાયલ છે જેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ભૂકંપના કારણે તુર્કીના અંતાક્યા, સનલિયુર્ફા અને સીરિયાના અલેપ્પો શહેર સંપૂર્ણપણે બરબાદ થઈ ગયા છે. ભારત સહિત વિશ્વના ઘણા દેશો તુર્કીમાં રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહ્યા છે જેથી કાટમાળ નીચે દટાયેલા લોકોને બચાવી શàª
તુર્કી સીરિયામાં 24 હજારથી વધુના મોત  શહેરો થયા બરબાદ
Advertisement
તુર્કી (Turkey) અને સીરિયા (Syria)માં આવેલા વિનાશક ભૂકંપ (Earthquake)ને કારણે અત્યાર સુધીમાં 24 હજારથી વધુ લોકોના મોત થયા છે, જ્યારે એક લાખથી વધુ લોકો ઘાયલ છે જેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ભૂકંપના કારણે તુર્કીના અંતાક્યા, સનલિયુર્ફા અને સીરિયાના અલેપ્પો શહેર સંપૂર્ણપણે બરબાદ થઈ ગયા છે. ભારત સહિત વિશ્વના ઘણા દેશો તુર્કીમાં રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહ્યા છે જેથી કાટમાળ નીચે દટાયેલા લોકોને બચાવી શકાય.

NDRF એ આઠ વર્ષની બાળકીને કાટમાળમાંથી બચાવી
તુર્કીમાં રાહત અને બચાવ કાર્યમાં રોકાયેલા NDRFના જવાનોએ ધરાશાયી થયેલી ઇમારતના કાટમાળમાંથી આઠ વર્ષની બાળકીને સુરક્ષિત રીતે બહાર કાઢી હતી. એનડીઆરએફના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તુર્કીના સૈન્યના જવાનોની સાથે ગાઝિયાંટેપ પ્રાંતના નુરદાગી શહેરમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. એનડીઆરએફના જવાનોએ ગુરુવારે આ જ વિસ્તારમાંથી છ વર્ષની બાળકીને સુરક્ષિત રીતે બચાવી હતી. બચાવ કર્મચારીઓએ અત્યાર સુધીમાં બે લોકોને બહાર કાઢ્યા છે અને કાટમાળમાંથી 13 મૃતદેહો બહાર કાઢ્યા છે. 7 ફેબ્રુઆરીથી તુર્કીના પ્રભાવિત વિસ્તારોમાં NDRFનું બચાવ કાર્ય ચાલુ છે.
101 કલાક સુધી દટાયેલા છ લોકોને બચાવી લેવાયા
તુર્કીના ઇસ્કેન્ડરુનમાં બચાવકર્મીઓએ 101 કલાક સુધી કાટમાળ નીચે દટાયેલા છ લોકોને શુક્રવારે સવારે જીવતા બહાર કાઢ્યા હતા.  એક કિશોરને પણ બચાવી લેવામાં આવ્યો હતો જે પોતાનો જ પેશાબ પીને બચી ગયો હતો અને ચાર વર્ષના બાળકને પણ બચાવી લેવામાં આવ્યો હતો.  ધરાશાયી થયેલી ઈમારતની અંદર બાકી રહેલી નાની જગ્યામાં એકસાથે છ માણસોને બચવામાં મદદ મળી હતી. તમામ છ લોકો સગા-સંબંધી છે. જાપાનના ફુકુશિમામાં આવેલા ભૂકંપ અને સુનામી કરતા આ ભૂકંપમાં મૃતકોની સંખ્યા વધી ગઈ છે અને કાટમાળમાંથી મૃતદેહો બહાર કાઢવાની પ્રક્રિયા ચાલી રહી છે, જેના કારણે મૃતકોની સંખ્યામાં હજુ વધારો થવાની આશંકા છે.

પરિણીત યુગલને કાટમાળમાંથી બહાર કાઢ્યું
ઇસ્કેન્ડરન શહેરમાં ધરતીકંપના 109 કલાક પછી એક પરિણીત યુગલ કાટમાળમાંથી બચાવાયું છે. કાટમાળમાંથી જીવતા બહાર કાઢવાની વધુ ઘટનાઓ પણ સામે આવી છે. એક જર્મન બચાવ ટીમે જણાવ્યું હતું કે તે લગભગ 50 કલાક પછી કિરીખાનમાં એક ઘરના કાટમાળમાંથી એક મહિલાને જીવતી બહાર કાઢવામાં સફળ રહી હતી. ભૂકંપથી સૌથી વધુ અસરગ્રસ્ત કહરમનમરસમાં બે કિશોરી બહેનોને બચાવી લેવામાં આવી હતી.

ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં તીવ્ર શિયાળો
નિષ્ણાતો કહે છે કે કાટમાળમાં વ્યક્તિ એક અઠવાડિયા કે તેથી વધુ સમય સુધી જીવી શકે છે, પરંતુ ઠંડીના કારણે તકલીફ પડી રહી છે. આ વિસ્તારમાં સખત શિયાળો છે અને મૃતદેહોને રાખવા અને ઓળખવા માટે અસ્થાયી શબઘરો બનાવવામાં આવ્યા છે. ઘણા વિસ્તારોમાં, લોકો હજુ પણ તંબુ અને ખોરાક માટે સંઘર્ષ કરી રહ્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.

×