પાકિસ્તાનની દેવાળીયુ બનવાની શરુઆત, બ્રિટીશ મીડિયામાં ચોંકાવનારો ઘટસ્ફોટ
પાકિસ્તાને (Pakistan) અત્યારે ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યું છે. પાકિસ્તાનનો વિદેશી હૂંડિયામણ ભંડાર ભારતના કોઈપણ અમીર વ્યક્તિની સંપત્તિ કરતા ઓછો છે. મોંઘવારી તેની ટોચ પર છે. હાલત એટલી ખરાબ છે કે દેશ પાસે તેલ ખરીદવાના પૈસા પણ નથી. બીજી તરફ પાકિસ્તાનને વર્લ્ડ બેંક અને IMF જેવી સંસ્થાઓ પાસેથી પણ મદદ મળી રહી નથી. આવી સ્થિતિમાં કંગાળીના ટાઈમ બોમ્બ પર બેઠેલા પાકિસ્તાનની સામે કોઈપણ દિવસે નાદારà
Advertisement
પાકિસ્તાને (Pakistan) અત્યારે ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યું છે. પાકિસ્તાનનો વિદેશી હૂંડિયામણ ભંડાર ભારતના કોઈપણ અમીર વ્યક્તિની સંપત્તિ કરતા ઓછો છે. મોંઘવારી તેની ટોચ પર છે. હાલત એટલી ખરાબ છે કે દેશ પાસે તેલ ખરીદવાના પૈસા પણ નથી. બીજી તરફ પાકિસ્તાનને વર્લ્ડ બેંક અને IMF જેવી સંસ્થાઓ પાસેથી પણ મદદ મળી રહી નથી. આવી સ્થિતિમાં કંગાળીના ટાઈમ બોમ્બ પર બેઠેલા પાકિસ્તાનની સામે કોઈપણ દિવસે નાદારીનો ખતરો છે. આ દરમિયાન બ્રિટિશ મીડિયાના રિપોર્ટમાં પાકિસ્તાનની દેવાળીયાની તારીખ પણ નક્કી કરવામાં આવી છે.
દેશ મે મહિનામાં સંપૂર્ણપણે ગરીબ થઈ શકે
બ્રિટિશ અખબાર ફાઈનાન્સિયલ ટાઈમ્સના અહેવાલ મુજબ, જો પાકિસ્તાનને વિદેશી મદદ નહીં મળે તો આ દેશ મે મહિનામાં સંપૂર્ણપણે ગરીબ થઈ શકે છે. આ સમયે પાકિસ્તાન સરકારે અરબ દેશો તરફથી પોતાના જૂના મદદગાર ચીન તરફ પણ હાથ લંબાવ્યો છે, પરંતુ આજ સુધી પાકિસ્તાનને કોઈ દેશ તરફથી કાયમી ઉકેલ મળ્યો નથી. સ્થિતિ એટલી ખરાબ છે કે પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફથી લઈને આર્મી ચીફ અસીમ મુનીર સુધી ઘણા મુસ્લિમ દેશોએ સીધી ભીખ માંગી છે.
પાકિસ્તાનને શું છે ચેતવણી
બ્રિટિશ અખબાર ફાઈનાન્સિયલ ટાઈમ્સે ચેતવણી આપી છે કે જો ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ એટલે કે આઈએમએફ દ્વારા પાકિસ્તાનને તાત્કાલિક મદદ નહીં આપવામાં આવે તો આ પરમાણુ સક્ષમ દેશ વિદેશી લોનની ચૂકવણી ન કરવાના કારણે ડિફોલ્ટના જોખમનો સામનો કરશે.
સ્થિતિ ખરાબ થઈ રહી છે
ફાઈનાન્સિયલ ટાઈમ્સના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. દેશમાં પાવર હાઉસ ચલાવવા માટે સંસાધનો નથી, જેના કારણે લગભગ આખું પાકિસ્તાન રાત્રે અંધારપટનો સામનો કરી રહ્યું છે. વિદેશી હૂંડિયામણની તીવ્ર અછતને કારણે, પાકિસ્તાનમાં વેપાર પણ ઠપ થઈ રહ્યો છે. દેશમાં આવશ્યક અને બિન-આવશ્યક વસ્તુઓની આયાત માટે વિદેશી હૂંડિયામણની તીવ્ર અછત છે. પાકિસ્તાનના બંદરો વિદેશના કન્ટેનરથી ભરેલા છે. પરંતુ, ખરીદદારો પાસે ચુકવણી કરવા માટે ડોલરમાં પૈસા નથી.
ડોલર ચૂકવણી પર પ્રતિબંધ
પાકિસ્તાન સરકારે વિદેશી હૂંડિયામણ જાળવી રાખવા માટે ડોલરમાં ચૂકવણી પર પ્રતિબંધ મૂક્યો છે. જેના કારણે પાકિસ્તાનમાં સપ્લાય ચેઈન અટકી જવાની શક્યતા વધી રહી છે. પાકિસ્તાન વિદેશમાંથી કપડાં, દવાઓ સહિત ખાદ્ય ચીજોની આયાત કરે છે. તાજેતરમાં જ પાકિસ્તાનના મંત્રીએ લોકોને ચા ઓછી પીવાની સલાહ આપી હતી. કારણ કે પાકિસ્તાન પોતાની જરૂરિયાતની 100% ચાની આયાત કરે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ


