માઉન્ટ આબુમાં યોજાઇ 16 ગામોના લોકો દ્વારા આક્રોશ રેલી
માઉન્ટ આબુ (Mount Abu) ના 16 ગામોના લોકો દ્વારા આજે મોનેટરિંગ કમિટીને ભંગ કરવાના વિરોધ માં હજારોની સંખ્યામાં માઉન્ટ આબુના જાહેર માર્ગો પર હાથમાં કાળા ઝંડા લઈને વિરોધ કરી જાહેર સભા યોજી હતી.રાજપૂત સમાજના લોકો દ્વારા આક્રોશ રેલી માઉન્ટ આબુમાં આજે 16 ગામોમાંથી રાજપૂત સમાજના લોકો દ્વારા આક્રોશ રેલી કાઢવામાં આવી હતી.આ વિશાળ અને ભવ્ય રેલીમાં મહિલાઓએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો. આ રેલી ચાચા à
Advertisement
માઉન્ટ આબુ (Mount Abu) ના 16 ગામોના લોકો દ્વારા આજે મોનેટરિંગ કમિટીને ભંગ કરવાના વિરોધ માં હજારોની સંખ્યામાં માઉન્ટ આબુના જાહેર માર્ગો પર હાથમાં કાળા ઝંડા લઈને વિરોધ કરી જાહેર સભા યોજી હતી.
રાજપૂત સમાજના લોકો દ્વારા આક્રોશ રેલી
માઉન્ટ આબુમાં આજે 16 ગામોમાંથી રાજપૂત સમાજના લોકો દ્વારા આક્રોશ રેલી કાઢવામાં આવી હતી.આ વિશાળ અને ભવ્ય રેલીમાં મહિલાઓએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો. આ રેલી ચાચા મ્યુઝ્યમ સર્કલ થી શરૂઆત કરવામાં આવી હતી. આ વિશાળ આક્રોશ રેલી માઉન્ટ આબુના મુખ્ય જાહેર માર્ગો પર નીકળી નક્કી લેક માર્કેટ અને આંબેડકર સર્કલ થઈને માઉન્ટ આબુ નગર પાલિકા ઓફિસ પહોંચી હતી .
પોલો ગ્રાઉન્ડ ખાતે રેલીનું સમાપન
લોકો એ તેમની રજુઆત નગરપાલિકા પ્રમુખ જીતુ રાણાની સમક્ષ કરી હતી. રાજપૂત સમાજના પ્રમુખ દેવી સિંહ દેવલ એ જણાવ્યું કે મકાનોની સનદોની વહેંચણીમાં ભ્રષ્ટાચાર થાય છે, તેને ડામવો જોઈએ. માઉન્ટ આબુના પોલો ગ્રાઉન્ડ ખાતે રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું. માઉન્ટ આબુ સબડીવીઝન અધિકારી રાહુલ જૈનને રાજપૂત સમાજના લોકોની માંગણીઓ અંગે નું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાત્રી
માઉન્ટ આબુ ના રહેવાસીઓને માઉન્ટ આબુ સબડિવિઝન ઓફિસરે રાહુલ જૈને જણાવ્યું હતું કે હું ફરી એકવાર જે લોકોને પટ્ટાનું વિતરણ કરવામાં આવ્યું છે તેની તપાસ કરીશ અને જો તેમાં કોઈ ખામી કે ભ્રષ્ટાચાર જણાશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાત્રી આપવામાં આવી હતી.
માઉન્ટ આબુના લોકોની આ માંગ ઘણા વર્ષોથી ચાલી રહી છે
અત્રે ઉલ્લેખનીય છે કે આબુ પ્રશાસને માઉન્ટ આબુના લોકોને શક્ય તેટલી વહેલી તકે તેમના મકાન બાંધકામ અને જમીનના ભાડાપટ્ટાની મંજુરી અને અન્ય મુદ્દાઓને રાહત આપવી જોઈએ, કારણ કે માઉન્ટ આબુના લોકોની આ માંગ ઘણા વર્ષોથી ચાલી રહી છે. છતાં કોઈ નિર્ણય ના આવતા અકળાઈ ઉઠેલા રાજપૂત સમાજના 16 ગામના લોકો દ્વારા આ રેલી કાઢવામાં આવી હતી.આ કાર્યક્રમમાં રાજપૂત સમાજના પ્રમુખ દેવીસિંહ દેવલ, યુવા સંગઠનના પ્રમુખ નારાયણ સિંહ અને કરણી સેનાના પ્રદેશ સચિવ મહેન્દ્રસિંહ પરમાર અને ઓરિયા ગ્રામ પંચાયતના ઉપસરપંચ તરૂણસિંહ સહિત અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ભુમાફિયાઓ દ્વારા અવાર નવાર અન્ય લોકોને મોટી રકમ થી જમીનની બિનકાયદેસર વેચાણ કરી મોટું કૌભાંડ કરવામાં આવી રયુ છે છતાં માઉન્ટ આબુ ના સત્તાધીસોનું પેટનું પાણી પણ હલતું નથી જેને લઈને વર્ષોથી વસવાટ કરતા લોકો સાથે અન્યાય થતો હોઇ આજે રોષે ભરાયેલા લોકો એ માઉન્ટ આબુના જાહેર માર્ગો પર ધસી જઈ આક્રોશ રેલી કાઢી આવેદન પત્ર આપી વિરોધ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો---તાપીના કાંઠે રૂ 189 કરોડની રેતી ઉલેચવાનું થયુ કૌભાંડ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


