Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સૌમ્યા ટંડને તેની આપવીતી સંભળાવી, 'રડતી રહી પણ કોઈએ મદદ કરી નહીં'

નાના પડદાની પ્રખ્યાત સીરિયલ 'ભાભી જી ઘર પર હૈ'ની ગૌરી મેમ એટલે કે સૌમ્યા ટંડન (Saumya Tandon)ને તેના કામ માટે ખૂબ પસંદ કરવામાં આવી છે. તાજેતરમાં સૌમ્યાએ પોતાના એક ઈન્ટરવ્યુ દરમિયાન ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે..સૌમ્યા તેની પર્સનલ લાઈફને લઈને પણ ઘણી ચર્ચામાંનાના પડદાની જાણીતી સિરિયલ 'ભાભી જી ઘર પર હૈ'ની ગૌરી મેમ એટલે કે સૌમ્યા ટંડનને તેના કામ માટે ખૂબ પસંદ કરવામાં આવી છે. ગૌરી મેમ બનીને અભà
સૌમ્યા ટંડને તેની આપવીતી સંભળાવી   રડતી રહી પણ કોઈએ મદદ કરી નહીં
Advertisement
નાના પડદાની પ્રખ્યાત સીરિયલ 'ભાભી જી ઘર પર હૈ'ની ગૌરી મેમ એટલે કે સૌમ્યા ટંડન (Saumya Tandon)ને તેના કામ માટે ખૂબ પસંદ કરવામાં આવી છે. તાજેતરમાં સૌમ્યાએ પોતાના એક ઈન્ટરવ્યુ દરમિયાન ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે..
સૌમ્યા તેની પર્સનલ લાઈફને લઈને પણ ઘણી ચર્ચામાં
નાના પડદાની જાણીતી સિરિયલ 'ભાભી જી ઘર પર હૈ'ની ગૌરી મેમ એટલે કે સૌમ્યા ટંડનને તેના કામ માટે ખૂબ પસંદ કરવામાં આવી છે. ગૌરી મેમ બનીને અભિનેત્રીએ તેના ચાહકોનું ઘણું મનોરંજન કર્યું છે. જોકે તેણે આ સિરિયલ છોડીને ઘણો સમય વીતી ગયો છે. શોમાં નવી ગૌરી મેમ પણ આવી છે. પરંતુ તેની પ્રોફેશનલ લાઈફની સાથે સૌમ્યા તેની પર્સનલ લાઈફને લઈને પણ ઘણી ચર્ચામાં છે. તાજેતરમાં, તેણે તેના જીવનના કેટલાક ડરામણા અનુભવો શેર કર્યા છે. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન સૌમ્યા ટંડને જણાવ્યું હતું કે તે ઈવ-ટીઝિંગનો શિકાર બની છે. પોતાના જૂના દિવસોને યાદ કરતા સૌમ્યાએ જણાવ્યું કે તે શિયાળાની ઋતુમાં એક રાત્રે ઘરે પરત ફરી રહી હતી, ત્યારે એક છોકરો બાઇક પર તેની સામે આવ્યો, તેણે બાઇક રોકી અને તેની માથામાં સિંદૂર ભરીને ચાલ્યો ગયો. સૌમ્યા પોતાની સાથે આવું થતું જોઈને ગભરાઈ ગઈ. તેઓને સમજાયું નહીં કે તેમની સાથે શું થઈ ગયું.

અકસ્માત બાદ કોઈએ તેની મદદ ન કરી
આ સિવાય અન્ય એક જૂનો કિસ્સો શેર કરતાં તેણે કહ્યું કે એક દિવસ જ્યારે તે સ્કૂલમાં હતી ત્યારે તે સાઇકલ પર ઘરે પરત ફરી રહી હતી. આ દરમિયાન એક છોકરો ઝડપથી તેની આગળ નીકળી ગયો. જેના કારણે તે રોડ પર જ પડી ગઈ હતી. આ અકસ્માતમાં તેને ફ્રેક્ચર અને ખૂબ જ ઉંડી ઈજાઓ પણ થઈ હતી. આટલું જ નહીં સૌમ્યાએ વધુમાં જણાવ્યું કે અકસ્માત બાદ કોઈએ તેની મદદ ન કરી, તે પીડાથી રડતી રહી. પણ કોઈ આગળ આવ્યું નહીં.

સૌમ્યાએ આ બધી બાબતોનો મજબૂતીથી સામનો કર્યો
સૌમ્યાએ કહ્યું કે તે ઉજ્જૈનમાં રહેતી હોવાથી તેણે પોતાનું ધ્યાન જાતે જ રાખવું પડ્તું હતું. તે સમયે તેણે બીજી ઘણી બાબતોનો સામનો કર્યો. જેમ છોકરાઓ તેનો પીછો કરતાં હતા, દિવાલો પર તેના માટે ગંદી વાતો લખતા હતા. જોકે, સૌમ્યાએ આ બધી બાબતોનો મજબૂતીથી સામનો કર્યો. તમને જણાવી દઈએ કે, અભિનેત્રીએ પોતાના અભિનય કરિયરની શરૂઆત અફઘાની સીરિયલ ખુશીથી કરી હતી. જોકે, તેને અસલી ઓળખ 'ભાભી જી ઘર પર હૈ' શોથી મળી હતી. સૌમ્યાએ નાના પડદાની સાથે સાથે ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે જબ વી મેટ ફિલ્મમાં પણ જોવા મળી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.

×