'ધ કાશ્મીર ફાઇલ્સ' બોક્સ ઓફિસ પર રેકોર્ડ , માત્ર ત્રણ દિવસમાં 25.5 કરોડનું કલેક્શન
'ધ કાશ્મીર ફાઇલ્સ' બોક્સ ઓફિસ પર એક પછી એક રેકોર્ડ બનાવી રહી છે. આ ફિલ્મનું કુલ બજેટ 14 કરોડની આસપાસ છે અને માત્ર ત્રણ દિવસમાં ફિલ્મની કમાણી તેના બજેટને પાર કરી ગઈ છે. ફિલ્મે પહેલા દિવસે 4.5 કરોડનું કલેક્શન કર્યું હતું. ફિલ્મની કમાણી બીજા દિવસે બમણા દરે વધી છે. ફિલ્મે બીજા દિવસે 8.25 કરોડ અને ત્રીજા દિવસે રેકોર્ડ 14 કરોડની કમાણી કરી છે. તેણે માત્ર ત્રણ દિવસમાં 25.5 કરોડનું કલેક્શન કર્યું છે.ફિ
Advertisement
'ધ કાશ્મીર ફાઇલ્સ' બોક્સ ઓફિસ પર એક પછી એક રેકોર્ડ બનાવી રહી છે. આ ફિલ્મનું કુલ બજેટ 14 કરોડની આસપાસ છે અને માત્ર ત્રણ દિવસમાં ફિલ્મની કમાણી તેના બજેટને પાર કરી ગઈ છે. ફિલ્મે પહેલા દિવસે 4.5 કરોડનું કલેક્શન કર્યું હતું. ફિલ્મની કમાણી બીજા દિવસે બમણા દરે વધી છે. ફિલ્મે બીજા દિવસે 8.25 કરોડ અને ત્રીજા દિવસે રેકોર્ડ 14 કરોડની કમાણી કરી છે. તેણે માત્ર ત્રણ દિવસમાં 25.5 કરોડનું કલેક્શન કર્યું છે.
ફિલ્મના ડાયલોગ્સ પણ દર્શકોના દિલને સ્પર્શી ગયા
વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' દર્શકોના દિલ પર રાજ કરી રહી છે. આ ફિલ્મમાં વિવેક અગ્નિહોત્રીએ 1990ના દાયકામાં કાશ્મીરી પંડિતોના નરસંહારનું નિરૂપણ કર્યું છે. આ ફિલ્મની વાર્તાએ દરેકની આંખો ભીની કરી દીધી છે. પરંતુ વાર્તાની સાથે સાથે ફિલ્મના ડાયલોગ્સ પણ દર્શકોના દિલને સ્પર્શી ગયા છે. અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર, પલ્લવી જોશી જેવા ઘણા કલાકારો આ ફિલ્મમાં જોવા મળ્યા છે અને આ તમામ સ્ટાર્સે તેમના પાત્રમાં જીવ રેડ્યો છે. ફિલ્મની સ્ટોરી અને કલેક્શનને લઈને ઘણી વાતો થઈ રહી છે. આ છે ફિલ્મના તે દમદાર ડાયલોગ્સ, જે દર્શકોની જીભ પર ચઢવાં લાગ્યાં. સાથે જ લોકો ઇતિહાસને જાણે તે માટે લોકો વિવિધ પ્રકારની ઓફરો પણાપી રહ્યાં છે.
ફિલ્મના દમદાર ડાયલોગ્સ
- પોલ્ટિક્સ કા બસ એક હી અંત હૈ વિનાશ..મોત, મોત કે ડર સે મેં ભી કાયર બન જાઉં
- યો સતાય હુએ લોગ હૈ, ગન હી ઉઠાયેંગે સર, કશ્મીર પંડિતોને તો કભી ગન નહીં ઉઠાઇ
- રાત તક કાશ્મીર છોડ કર જાને કો કહા હૈ.. જહાં શિવ સરસ્વતી ઔર ઋષિ કશ્યપ હુએ વો કાશ્મીર હમારા થા જહાં પંચતંત્ર લિખા ગયાં વો કાશ્મીર હમારા થા
- દેશ કી તકદીર વહીં બદલ સકતા હૈ, જીસકે પાસ યૈ પાવર હૈ પોલિટિક્સ પાવર
આ રાજ્યોમાં ફિલ્મોને કરમુક્ત કરવામાં આવે છે
'ધ કાશ્મીર ફાઇલ્સ'ને મળેલા સારા રિસ્પોન્સ બાદ આ ફિલ્મને ઘણા રાજ્યોમાં ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે. એટલું જ નહીં ફિલ્મની સ્ક્રીન પણ વધારી દેવામાં આવી છે. અત્યાર સુધી આ ફિલ્મ મધ્યપ્રદેશ, કર્ણાટક, હરિયાણા અને ગુજરાતમાં ટેક્સ ફ્રી થઈ ગઈ છે. તે જ સમયે, આ ફિલ્મ 650 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ હતી પરંતુ હવે ફિલ્મની સ્ક્રીનને વધારીને બે હજાર કરવામાં આવી છે.


