Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

લગન

'મને પન્ન લગન કરવા.' પગ પછાડતી ઈલાના હોઠને ખૂણેથી લાળ ટપકી. દેખાવડી યુવાન ઈલા ચકળવકળ ફાંગી આંખે, વાંકી ડોકે સૌને તાક્યા કરતી. વિધુર રમેશભાઈ મા-દીકરીને મદદ કરવા આવે ત્યારે મલકાતી ચાર આંખો ઘણું કહી દેતી. **બહારથી આવતાંવેંત સરયુબેનના કાને બે સ્વરો અથડાયા, 'મને હાથ પકડીને અહીં કેમ લાવ્યા?' 'લગન કરવા છે ને?' રમેશભાઈને કહેતાં સાંભળી સરયુબેન ધાબે દોડ્યા. ઈલાને પાંખમાં લઈ મોટેથી બોલી પડ્યા, 'નà
લગન
Advertisement
"મને પન્ન લગન કરવા." પગ પછાડતી ઈલાના હોઠને ખૂણેથી લાળ ટપકી. દેખાવડી યુવાન ઈલા ચકળવકળ ફાંગી આંખે, વાંકી ડોકે સૌને તાક્યા કરતી. 
વિધુર રમેશભાઈ મા-દીકરીને મદદ કરવા આવે ત્યારે મલકાતી ચાર આંખો ઘણું કહી દેતી. 
**
બહારથી આવતાંવેંત સરયુબેનના કાને બે સ્વરો અથડાયા, "મને હાથ પકડીને અહીં કેમ લાવ્યા?" 
"લગન કરવા છે ને?" રમેશભાઈને કહેતાં સાંભળી સરયુબેન ધાબે દોડ્યા. ઈલાને પાંખમાં લઈ મોટેથી બોલી પડ્યા, "ના... નથી કરવા."
Tags :
Advertisement

.

×