આગામી 2 દિવસ ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં અતિ ભારે વરસાદ
મધ્યપ્રદેશ (Madhya Pradesh) અને રાજસ્થાન (Rajasthan)માં મુશળધાર વરસાદને કારણે એક તરફ રાજસ્થાનના ત્રણ જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે તથા મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારતીય હવામાન વિભાગે (Indian Meteorological Department) આગામી બે દિવસ પશ્ચિમ મધ્યપ્રદેશ, પૂર્વ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત (Gujrat)માં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.હવામાન વિભાગના અધિકારીઓએ પશ્ચિમ મધ્યપ્રદેશ, પૂરà«
Advertisement
મધ્યપ્રદેશ (Madhya Pradesh) અને રાજસ્થાન (Rajasthan)માં મુશળધાર વરસાદને કારણે એક તરફ રાજસ્થાનના ત્રણ જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે તથા મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારતીય હવામાન વિભાગે (Indian Meteorological Department) આગામી બે દિવસ પશ્ચિમ મધ્યપ્રદેશ, પૂર્વ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત (Gujrat)માં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
હવામાન વિભાગના અધિકારીઓએ પશ્ચિમ મધ્યપ્રદેશ, પૂર્વ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં 200 મીમી વરસાદની આગાહી કરી છે. અધિકારીઓએ ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે. આ સિવાય અધિકારીઓએ આ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઓડિશા, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ ઓછો થવાને કારણે પૂરની સ્થિતિમાં હવે સુધારો થઈ રહ્યો છે. અધિકારીઓએ માહિતી આપી છે કે આગામી ચાર દિવસમાં હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી.
ભારે વરસાદનો સામનો કરી રહેલા રાજસ્થાનના જાલોરમાં તમામ શાળાઓને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આદેશ મુજબ શાળાઓમાં રજાઓ માત્ર વિદ્યાર્થીઓ માટે જ આપવામાં આવી છે. તે જ સમયે, શિક્ષકોએ શાળાઓમાં હાજર રહેવાનું રહેશે. હવામાન વિભાગે આજે પશ્ચિમ રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે.
ભારતીય હવામાન વિભાગે આજે ગુજરાત, કચ્છ તેમજ ઓડિશાના કટક, કેઓંઝર અને મયુરભંજ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. દરમિયાન, હવામાન વિભાગે પૂર્વોત્તર રાજ્યો આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે.


